________________
શાલિભદ્ર ?
[૧૩] પાપે. તેને જોતાં જ એ વૃદ્ધાનાં માંચ ખડાં થયાં. અણુઓળખે પણ પૂર્વજન્મને સ્નેહ કામ કરે છે. આજે તેને ભવ સુધર્યો.”
– $€ – ધ શ્રેષ્ઠી યાને ધન્નાશેઠ
જે રીતે ખીર ખાવાના ભાવ પૂર્વભવમાં શાલિભદ્ર શેઠના જીવને થયા હતા અને જે રીતે પડેશમાંથી સામગ્રી મેળવી ક્ષીરજન તૈયાર કરવામાં આવ્યું હતું એ જ રીતિ ધન્ય શેઠના પૂર્વભવને પણ લાગુ પડે છે. જરા ઊંડા ઊતરતાં જણાશે કે રાજગૃહી નગરીમાં જેઓ સમકાળે વિદ્યમાન હતા અને જેમનાં નામે મહાન ઋદ્ધિશાળી અને પ્રખર પુણ્યશાળી તરિકે જનતામાં અત્યારે પણ સુવિખ્યાત છે એવા વણિકકુબાવતં સ કૃતપુન્ય શેઠ, શાલિભદ્ર શેઠ અને ધન્ય શેઠ પૂર્વભવમાં રંક કુટુંબમાં અવતરેલા હાઈ, સામાન્ય ભરવાડ કે ગોપાળના જીવન જીવનારા હેઈ, આડેસીપાડોશીના સહકારથી નિપજેલ ખીરરૂપ ભજનથી અને શ્રમણના પાત્રમાં એના દાનથી જે અપૂર્વ ભાવ ઉત્પન્ન થયેલા તેની પ્રબળતાથી જ તેઓ બીજા ભવમાં આપણે જોયું તેવા મહદ્ધિક ને પુન્યભાજન બન્યા છે.
જોવાનું એટલું જ છે કે સત્પાત્રમાં દીધેલું નાનું સરખું પણ દાન અને એ કાળે હૃદયમાં રમતા ઉત્તમ ભાવો કેવા ઉત્કૃષ્ટ ફળના દાતા બને છે. યાદ રાખવું કે જેના દર્શનમાં જેટલો ભાર દ્રવ્યની વિપુલ સામગ્રી પર નથી મુકાયો, તેમ નથી મુકાયે એની ઓછી-વધતી કિંમત પર, તેથી સેંકડેમણે અધિક ભાર મૂકવામાં આવેલ છે આત્માના અધ્યવસાય ઉપર, તેથી જ
માવના મનારિાના” એ ઉક્તિ પ્રવતી છે. સાચે જ ભાવનામાં પ્રબળ શક્તિ સમાયેલી છે.