________________
[ ૧૯૩ ]
દેવની સાચી ઉપાસિકા આમ ધીરજ ન ગુમાવે. શુ મહાવીરની શ્રાવિકા જૈનશાસનની સેવા આ રીતે કરવા ધારે છે? એનામાં પૂરી વાત શ્રવણુ કરવા જેટલી પણ સમતા નથી ! સાચના પૂજારીને એ શેાબે ખરું ?
,
ઉદાયન રાજય
:
તેા પછી આપ ઝટ કહી નાંખેાને! શા સારુ તલસાવા છે ? હું ક્યાં એ વાત નથી જાણતી કે આપને ‘ જૈનધર્મ ’ માટે જરા પણું માન કે પ્રેમ નથી. તે વિના આમ દૂધમાંથી પારા કાઢવાનું ગમે ખરું ? '
રાજા : ‘ અરે ! આ તે વાતનું વતેસર થઇ પડયુ. દેવી! તમે અહીં પગ મૂકયા ત્યારે સાચે જ હું એ સાચા ત્યાગીના વખાણ કરતા હતા, અને જેટલું તમારા દૈનિક ઉપદેશેાએ ન નીપજાવ્યુ એથી અતિ વધારે, એ યેગીની દીર્ઘદર્શિતાએ મારા અંતરમ નીપજાવ્યું છે. વળી એ નિમિત્તે આજે મને ચેટકપુત્રીની ધર્મ ભક્તિ કેવી છે ? ચેાળમજીના રંગ જેવી છે કે અલ્પજીવ પતંગ રંગ સદૃશ છે? એ ચકાસવાના ચાગ સાંપડ્યો, એ ક જેવા તેવા આનંદની વાત નથી. તમારી જિજ્ઞાસાને વધુ તી કરવાની મારી ઇચ્છા નથી. ’
આ પ્રમાણે કહી ઉઢાયન નૃપે રાત્રિના:સવિસ્તર વૃત્તાંત કહી સ ંભ ળાવ્યા. એ સુણતાં જ દેવીના મુખ પર લાલીમા પથરાઇ ગઇ. એ સામાન્ય શ્રમણે સ્વપ્રતિજ્ઞાના પાલનપૂર્વક વિકટ પરિસ્થિતિના ભયા નક વાદળ હેઠળ પસાર થઇ, શાસન પર જરા માત્ર ડાઘ પડવા દીધા એટલુ જ નહિં પણ બે આત્મા પર મૂકપણે સચાટ છાપ પાડી એ વાત શ્રવણુ કરી આનંદ વ્યક્ત કર્યા. જે ધમાં આ જાતન વીરલા મનુષ્યેા પડેલા છે તે ધર્મના વિજયધ્વજ અખિલ ભારત વર્ષમાં ફરે એમાં નવાઇ પણ શી હેાઇ શકે ? સ્વપતિ
૧૩