________________
[ ૧૯૪]
પ્રભાવિક પુરુષ : સર્વ વ્યતિકર સાંભળી પ્રભાવતીએ પ્રેમાળ સ્વરમાં હસ્તા મુખવડે આજવતાભરી વાણીમાં એક જ પ્રાર્થના કરી કે નાથ ! આપ આજથી પ્રતિજ્ઞા કરે કે આ પ્રકારનો પ્રપંચ પુન: માત્ર એકલા જૈન ધર્મ પ્રતિ જ નહિ પણ સર્વ ધર્મ પ્રતિ નહીં આદરું. એ તે સુભાગ્યે દઢ મનોબળવાળા ત્યાગી સાંપડ્યા અને પરિણામ સુંદર આવ્યું નહિંતર સામાન્ય કક્ષાના માનવીનું આપે જેલા સંગમાં અવશ્ય પતન થાત અને એ રીતે ધર્મ પર કાળી ટીલી ચુંટત. આવા પ્રપંચ કરવાથી વિનાકારણ આપદાને નોતરવાપણું છે. એથી તો આ ભવ ને આવતો ભવ–ઉભયને બગાડે થાય છે. આપને શ્રદ્ધા બેસે તો શ્રી વીરના વચન સ્વીકારે. એ માટે મારે આગ્રહ નથી, છતાં કઈ પણ પંથની આવી જાતની આકરી અને એકાંત હાનિકારક કસોટી તો અવશ્ય ત્યજી દ્યો.”
રાણી ! એ જાતનું “પણ” તો તારા પગલાં અત્રે થતાં પૂર્વે મેં મનથી સ્વીકારી લીધું છે. ચંડિકામંદિરના શ્રમણની એ યાદગીરી છે. હવે એ પ્રકારને ભય રંચમાત્ર તું ન ધરીશ. અલબત્ત, મારું વલણ વીતરાગના માર્ગ પ્રતિ વળ્યું છે, છતાં એ ભરતી ઓટ કયારે થશે એ અત્યારે ન જ કહી શકાય. અને તારા સરખી અટલ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તો કદાચ વર્ષોના વહાણા વીતશે કે ભવેની હાર લાગશે એ કણ કહી શકે ?”
ત્યાં તો મહાલયના આંગણામાં કેળાહળ થઈ રહ્યો. સંખ્યાબંધ પહેરેગીરે એક અજાણ્યા આદમીને વીંટાઈ વળી, મહાલય પ્રતિ ઘસડી લાવતાં નજરે ચઢ્યા. તરત જ ભૂપત અંદરથી બહાર નીકળ્યા અને અનુચરને તપાસ માટે દરવાજા પર મોકલ્યા.
તરત જ સમાચાર મળ્યા કે “આગંતુક આદમી જાતે નાવિક છે. આજે સવારે એનું વહાણ સમુદ્રતીરે લાંગરેલું છે છતાં હજુ સુધી એના તરફથી દાણ નથી ભરાયું. એક મોટી બંધ પેટી