SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ચેડા મહારાજા: [ ૪૦૧ ] ચેટક મહારાજાને માર્ગમાં પ્રભુશ્રી મહાવીરદેવનાં વચના વારંવાર યાદ આવવા માંડ્યાં અને એ ઉપર તેમણે પુષ્કળ વિચારણા કરી. શરૂ કરવા ધારેલા મગધરાજ સાથેને સંગ્રામ એમાં અગ્રભાગ ભજવી રહ્યો. એના નિમિત્ત કારણ સમી સુજ્યેષ્ઠા સંસાર ત્યજી ચૂકી છે અને પુત્રી ચેલણા તરફથી પણ કંઇ સમાચાર નથી. તેણીએ મગધેશને રાજીખુશીથી સ્વામી તરીકે સ્વીકારેલ છે કે તેણીના પર સ્વામીત્વપણું બળજખરીથી લાદવામાં આવ્યું છે એ સબંધી પણ કંઇ હેવાલની પ્રાપ્તિ થઇ નથી. એવા સંદિગ્ધકાળમાં સમાનધીના જેની સાથે નાતા છે એવા એક આગેવાન રાજવી પર હલ્લા લઇ જવા એ ક્યાં સુધી ઉચિત છે એ પણ ખાસ વિચારવાનુ છે. આમ વિચારમગ્નદશામાં જેનું મન પૂર્ણ પણે લીન થયેલ છે એવા મહારાજા ચેટકે મહાલયના આંગણામાં પગ મૂકયા ત્યાં એક પ્રતિહારીએ આવી ખબર આપ્યા કે—“ મગધદેશમાંથી એક સંદેશવાહક આવી આપ સાહેબને મળવાની માગ પ્રતીક્ષા કરી રહેલ છે. આપ સાહેબ ઉદ્યાનમાં દેવવંદ્યનાથે સિધાવ્યા હૈાવાથી અને પાછા આવતાં આપશ્રીને વિલખ થશે એમ ધારી મે તેને અતિથિગૃહમાં ઉતારા આપી આવશ્યક કાર્યોથી પરવારી લેવાની સ` સગવડ કરાવી દીધી છે. એની સાથેની વાત પરથી સમજાય છે કે તે રાજગૃહીથી ત્વરિત ગતિએ કૂચ કરી આવેલ છે અને મહામંત્રી અભયકુમારના પત્ર ઉપરાંત રાજકુમારી ચેલણા બહેનના પત્ર પણ લાવેલ છે. ” “ અહા ! પુણ્યàાક પરમાત્માની આહલાદકારી વાણીના શ્રવણ પછી મારા અંતરમાં કાઈ અનેાખા પ્રકાશ પથરાઇ રહ્યો છે. એક પછી એક સમાચાર પણ એ પ્રકાશને વધુ સતેજ કરે તેવા મન્યે જાય છે. મારે! પુન્યપુંજ હજી તદ્ન ખલાસ નથી ૨૬
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy