________________
ઉદાયન રાજર્ષિ :
[૨૦] જિનાજ્ઞાને આરાધક કેમ કહેવાઉં? અન્ય સર્વ કાર્યો પડતા મૂકી પ્રથમ મારે એ સ્વધર્મ બંધુ સાથે ક્ષમાપના કરી લેવી જ જોઈએ.”
મોટા પુરુષનો વિચાર થયો કે એ જરૂર આચારમાં મૂકાવા. આગળ શું બન્યું એ જાણતાં પૂર્વે ચાલુ કથાપ્રવાહનો સંબંધ જરા વિચારી લઈએ. પ્રદ્યોતરાજને આપણે તે શ્રી કપિલમુનિ પાસે નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવતો જોયા છે જ્યારે અહીં તો તે એક કેદીનું જીવન જીવતા જણાય છે. એ કેમ બન્યું ? તે પ્રતિ ઊડતી નજર ફેરવીએ.
કપિલમુનિ રાજવી ચંડપ્રદ્યોતના આગ્રહથી અવંતી પધાર્યા. મેટા આડંબરપૂર્વક રાજાએ સામૈયું કરી વિધિ-વિધાનપૂર્વક નવીન બિંબની પ્રતિષ્ઠા કરાવી. એમાંથી પરવાર્યા બાદ કપિલ મુનિરાજ સંમેતશિખરના પ્રવાસમાં આગળ વધ્યા; જ્યારે મદનપીડિવ અને જેનું મન સુવર્ણગુલિકાના એક રાતના રૂપ-દર્શનથી તેના સમાગમ માટે ઉત્સુક બન્યું છે એ પ્રદ્યોતરાજ, અનિલવેગ હાથી પર મૂર્તિ લઈ વીતભયપટ્ટણ પહોંચ્યા. - જે સમયે ઉદયન રાજાના મહાલયમાં નિરવ શાંતિ પથરાયેલી હતી અને નગરની પ્રજા નિદ્રામાં લીન થઈ હતી એવી મધ્ય રાત્રિએ અંત:પુરના એક ભાગમાં, જ્યાં દેવાધિદેવનું ગૃહમંદિર આવ્યું હતું ત્યાં દાસીમાંથી રાણું બની ચૂકેલી સુવર્ણગુલી અને ગુપ્તપણે આવેલ પ્રદ્યોતભૂપ પ્રાચીન પ્રતિમાને લઈને પલાયન થવાની તૈયારી કરી રહ્યા હતા. વાચક સારી રીતે જાણે છે કે સુવણંગુલીને કાંઈ મોટી તૈયારી કરવાની નહોતી. ફક્ત દેવાધિદેવની મૂર્તિ લઈ જવી હતી અને એને બદલે પ્રદ્યોત નૃપે આણેલી નવી મૂર્તિ ગુપ્ત રીતે ગોઠવી દેવાની હતી. આ કાર્યમાં વિશેષ વિલંબ ન થયે. પાછલી રાતના ઓળા વીતભયપટ્ટણની
૧૪