________________
ચેડા મહારાજા:
[ ૩૬૫ ]
“સાગ ધિક મહાશય ! આમ આજકાલ કરતાં તે આ વાતને વર્ષનાં વહાણાં વાયાં. મારી શેઠાણીની ધીરજના અંત આવ્યે છે. પ્રેમરૂપી ખંજરના ઘા જેને વાગ્યા હેાય તે જ એનું દુ:ખ કેટલું થાય છે અને કયાસ કાઢી શકે. ‘ પ્રસૂતિની પીડા વધ્યા ન જાણી શકે' એ લેાકેાક્તિ ખરેખર સાચી છે. અંતરની વ્યથાના સાચે ત્યાગ પ્રેમયુગલેા જ સમજી શકે, માટે આવા વાયદા કરવાનું છેડી દઇ સાચેસાચું કહેા કે વાત કયાં આવીને અટકી છે ? ’
66
સુવેગા ! ત્યારે તું શું એમ સમજે છે કે આ બધી બનાવટ થાય છે ? તારા કુ ંવરીખાને તે મારી સંગાતે પરિચય નથી, પણ ચેટક મહારાજના અંત:પુરની તારા સરખી દક્ષ દાસી કે જેની સાખત મે` વિશાલામાં પગ મૂકયા ત્યારપછી માત્ર પંદર દિવસમાં થઇ છે અને તે એકધારી અત્યાર સુધી ચાલી આવે છે તેણીને પણ મારા વચનની કિંમત નથી ? તેા પછી કહેવું જ પડશે કે ખરેખરા કળિયુગ આવ્યેા. ”
*
66
મહાશય ! આમ ઉત્તેજિત થઇ જવાનુ કારણ નથી. એમાં અવિશ્વાસનું પણ કારણુ નથી, બાકી તમે વેપારી સેાદાગર ક્રયવિક્રયના વ્યવસાયમાં અન્ય સા કઇ ભૂલી જાઓ, નાતેાટાના આંકડા મૂકતાં તમને ખાવાનું પણ ન સાંભરે. ભલેને બિચારી કુળવંતીને ઠંડી પડતી રસેાઇ વારંવાર ચલેા ફુંકી ગરમ રાખવી પડે ! મારી કુવરીખાને શે। વાંક કાઢું? હું નજર સામે નિહાળી રહી છું કે અહીં આવ્યાને તમેાને વર્ષ ઉપરાંતને સમય વીતી ગયા. દરમિયાન નથી તમે એક વાર દેશ ભેગા થયા કે નથી તમારી ઘરવાળીને અહીં ખેલાવી. શું તમને ખૈરીછેકરાં સાંભરતાં નથી ? તમે ગૃહસ્થાશ્રમી છે એ તે આપણા પ્રથમ પરિચયથી જ હું જાણી ચૂકી છું, એટલે જ આજે છાતી ઠાકીને કહી શકું છું કે કયાં તા પ્રેમ શું ચીજ છે એ