________________
રાજર્ષિ કરક
[૧૧૭] ફરતી તે હાથિણ હું જ્યાં વિશ્રામ મેળવી રહ્યો હતો ત્યાં આવી અને મારા મસ્તક પર સુંઢમાં રહેલા કળશથી અભિષેક કર્યો. ઘડી પૂર્વે રસ્તા પર ભટકનાર-ઘરબાર વગરને એક ચંડાળપુત્ર આમ જોતજોતામાં રાજા બની ગયા. જરૂર એ દંડનો જ પ્રભાવ હું તો માનું છું. સાધુ મહાત્માના એ જ્ઞાન માટે વારી જાઉં છું. તેઓશ્રીની નિઃસ્પૃહતા ઊડીને આંખે વળગે છે.
પણ માજી! ત્યાં પણ મારું ચંડાળપણું આગળ આવે છે. મારા રાજા તરિકેના જીવનને માત્ર ગણત્રીના દિન પસાર થાય છે ત્યાં તો પિલે ભૂદેવ મને શોધતો ત્યાં આવી ચડે છે અને જનતામુખે હાથિણીએ કળશ કર્યાની વાત શ્રવણ કરતાં જ એના હૃદયમાં અસૂયા ને રોષની પ્રબળ વાળા ભભૂકી ઊઠે છે તેથી ઠેરઠેર મારી હલકી જાતિમાં જન્મની-ચંડાળપણની કથનીઓ તેણે કથવા માંડી, પ્રજાને મારા પ્રતિ વિરોધ જગાડવા ઉશ્કેરી. બ્રાહ્મણ સમુદાય કે જે પોતાની જાતને પવિત્રતાના અવતાર સમે લેખતી તે સો કરતાં પ્રથમ બળવામાં જોડાયા, પાછળ તે વર્ગની બુદ્ધિએ સંચરનાર અન્ય સમુદાયો પણ એમાં ભળ્યા અને એ રીતે મારી સામે પ્રજાને પ્રબળ બળો ફાટી નીકળે.
આ સમુદાયની માન્યતા જ એવી થઈ પડેલી કે હલકા કુળમાં જન્મનાર દરેક જીવ દરેક પ્રકારે હીણ, દીન ને પંગુ જ હોય. અન્ય આત્માની માફક તેને બોલવા કે વર્તવાના હક્ક હોય જ નહીં–તેને માટે ઉન્નતિ સાધવાના કે ઉન્નતપંથે પળવાના સાધનો સંભવી જ ન શકે. કર્મવશાત્ એ હલકા મનાતા કુળમાં પણ કઈ પ્રબળ ભાગ્યશાળી અવતરી શકે છે એવું માનવાને પણ આ સમુદાય તૈયાર ન હતો.
એ વખતે મેં જે ક્ષત્રિચિત મક્કમતા અને પરાકેમ ન દાખવ્યાં હોત તો કયારનાયે તે લેકે ફાવી ગયા હતા, પણ