________________
[૧૫૬]
પ્રભાવિક પુરુષ : દેવા તૈયાર થવું પડયું. રાતોરાત ઉચાળા ભરવા પડ્યા ! આ કંઈ જેવો તે દુ:ખદ પ્રસંગ ન હતો. નિરક્ષર, દરિદ્રી અને માત્ર મજૂરી કરી પેટ ભરનાર વર્ગને કાયમી વસવાટ અને ચિરપરિચિત સહવાસ છોડતાં અને તદ્દન નવી દિશામાં પાસે ફૂટી બદામ વગર પગલાં ભરતાં કેવી કપરી મુસીબતો વેઠવી પડે છે અને હૃદયમાં કેવો સળવળાટ ઉદ્દભવે છે, એ એને અંતરાત્મા જ સમજી શકે છે. માલેતુજાર ને શ્રીમંતાઈમાં ઉછરેલા વર્ગને એ જીવનની ઝાંખી થવી પણ દુર્લભ છે. નીચગેત્રમાં અવતાર એ જરૂર પૂર્વોપાર્જિત માઠા કર્મોની નિશાનીરૂપ છે, છતાં એ સામે કુલીન વગે તિરસકારની દષ્ટિએ જોવાનું નથી. કમેં જેમને પાડેલા–દબાવેલા છે તેમના પ્રત્યે કરુણા રાખી, એમાંથી તેમનો ઉદ્ધાર કરે એ જ કુલીનને ધર્મ છે. એ પણ પિતાની જેવા જ આત્માઓ છે એ ભાવ ન જન્મે ત્યાં સુધી “મરિચીભવની વાત યથાર્થ નથી સમજાણું, અથવા “મદ આઠ નિવારવારૂપ સઝાય' નથી ગળે ઊતરી એમ માનવું રહ્યું. જનતાને માટે ભાગ હજુ પણ એવા અંધારામાં આથડે છે. હજુ એના ગેત્રમદ ઓછા થયા નથી.
જનેતા! વધુ દુઃખકથા તે શી કહું? સાધનવિહીન અમારું કુટુંબ ભૂખ તરસની પીડા વેઠતું, સતત ચાલીને માંડમાંડ કેટલેક દિવસે દત્તપુરની હદ વટાવી ચૂક્યું. કંચનપુરની ભાગોળે આવતાં જ છૂટકારાનો દમ ખેંચે. નોધારાના આધાર જેવા, રાય ને રંક પર એક સરખે ભાવ રાખી શીળી છાયા આપતા એક સુંદર ચંપક વૃક્ષ તળે વિસામો લેવા અમે સર્વ લ્યા.
મુનિયુગલનું ભવિષ્ય સાચું પડ્યું. તે જ સવારે કંચનપુરનરેશ અપુત્રિયો મરણ પામવાથી પ્રધાનવગે નકકી કરેલું કે હાથિણ જેના શિરે કળશ ઢળે તેને રાજગાદી આપવી. ફરતી