________________
આર્દ્ર કુમાર :
[ ૧૦૩ ]
મુખેથી જ ભૂપ શ્રેણિકના પ્રશ્નના જવાબરૂપે કહેવાવાનું હેાવાથી આપણે હવે કથાના પ્રવાહમાં આગળ વધીએ.
*
મુનિશ્રીએ એક સમયે જોમપૂર્વક સ્વીકારેલ ચારિત્રને કેવા સચેાગામાં તિલાંજલિ આપી, સ'સારમાં પ્રવેશ કર્યો એ સ વ્યતિકર જણાવ્યા બાદ ઉચ્ચાયુ” કેઃ—
“ રાજન્ ! શ્રીમતી સહ સંસારસુખ સેગવતાં, કેટલાક વર્ષ વીત્યા ત્યાં પુત્રમુખ જોવાને અમે દંપતીને ચેાગ સાંપડ્યો. સુંદર અંગોપાંગ ને મનેાહર મુખાકૃતિવાળા અ કને–ઉભયના સ્નેહને પેાષનાર અને કાલુ કાલું એલીને આનંદ આપનાર બાળકને અમે બન્ને હ પૂર્વક ઉછેરવા લાગ્યા. એ રીતે સંસારજન્ય સુખાના અનુભવમાં તલ્લીન બન્યા. આમ છતાં મારા અંતરના એક ખૂણામાં ફકીરીની ચિરાગ આછી પાતળી સળગતી જ રહી હતી. એક તરફ મારા સ્નેહ શ્રીમતી અને નવા બાળકમાં વહેંચાવા લાગ્યા. ખીજી તરફ શ્રીમતીની પણ તેવી જ સ્થિતિ દૃષ્ટિગાચર થઇ અને મેાહની જે આંધીએ મારા પવિત્ર વેષને ઉતરાવ્યેા હતા તે આપેાઆપ ચાહે તેા વર્ષોના વહેવાથી કે ચાહે તેા અનુભવની ચક્કીમાં પીસાવાથી ગમે તે કારણે એ આંધી ક્ષીણ થવા માંડી. જ્ઞાની પુરુષાના શબ્દોમાં કહીએ તા ભાગાવળી કર્મના ઉદય પૂર્ણ થઇ ગયા હેાવાથી તે હવે નામશેષ થવા માંડ્યું. એ કારણે મેં શ્રીમતીને એક વાર કહ્યું પણ ખરું કે—
· પ્રિયા ! તારા ખેાળામાં પુત્ર રમતા થયા છે, જોતજોતામાં તે ઉમરલાયક થઈ તારા મનારથ પૂર્ણ કરશે. વળી વિશેષ ભાવિલાસ એ સુખના સાધન નથી પણ રાગને વધારનાર છે, માટે ખુલ્લા હૃદયે સંમતિ આપી મને હવે મારા માર્ગે પ્રયાણુ કરવાની અનુમતિ આપ. એક વાર જે જાતનું મારું પતન થયું છે તેમાંથી પુન: મને ઉન્નતિના માર્ગે ચઢવામાં તુ હર્ષિત વદને સ્હાયભૂત થા.
"