________________
[ ૧૩૬ ]
પ્રભાવિક પુરુષ : અનંત છે અને તેની સાધના સો કઈ માટે ઈજારા વગર ઊઘાડી છે તે હું કેમ એને સાક્ષાત્કાર ન કરું ?
ભલે ઇંદ્ર મહારાજે મને પોતાની અદ્ધિના દર્શનવડે પરાભવ પમાડ્યો છતાં મારે એને પરાજય આપવો હોય તો કોઈ સાધન મારી પાસે છે કે કેમ? પ્રતિજ્ઞા કરી તો એનું પાલન કરી દેખાડવું એમાં જ સાચી મર્દાનગી. એ જ ખરી ક્ષત્રીવટ. વિચાર
ને અંતે રાજવીને માર્ગ લા. ગાઢ અંધકારમાં એકાદ દીપક દષ્ટિગોચર થાય તેમ દશાર્ણભદ્રને સમજાયું કે બાહ્યા સંપત્તિમાં ભલે ઈન્દ્ર મહારાજ મારાથી આગળ હોય, પણ આંતરદ્ધિમાં તો હું જ મોખરે છું. માત્ર માનવજન્મ જ એવો છે કે જ્યાંથી સીધું મુક્તિગમન થઈ શકે છે. એ શક્તિ દેવભવમાં નથી તો પછી ત્યાગના સ્વાંગ સજવા કે જેથી શક મહારાજને આપોઆપ પરાભવ થઈ જાય. બસ, નિશ્ચય થયે કે તરત જ પર્ષદામાંથી બહાર નીકળી બાજુ પરના એકાંત ભાગમાં યુવરાજ તેમજ રાણુઓને તેડાવી, તેમની સાથે મંત્રણા કરી, સૂચના આપી, રા મેળવી સર્વ પરિવાર સહિત પર્ષદામાં પાછા ફરી પ્રભુ સન્મુખ હાથ જોડી ભૂપ દશાર્ણ સંયમ માટે પ્રાર્થના કરી.
પ્રભુની આજ્ઞા મળતાં પંચમુછી લચપૂર્વક એ મહાન નરે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જોઈ ખૂદ ઈન્દ્રને પણ કહેવું પડ્યું કે“હે મહાભાગ ! આપે આપની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, કેઈને ન વાંધા હોય એવી રીતે જિનને આપે વાંદ્યા અર્થાત્ બાહ્ય અને અત્યંતર એમ ઉભય ઋદ્ધિનો પ્રકાશ કર્યો. હું સંયમ સ્વીકારી શકે તેમ નથી એટલે મારે પરાજય કબૂલ જ રહ્યો.” આમ કહીને ઈંદ્ર સ્વસ્થાને ગયા. પછી નિરતિચાર ચારિત્ર પાળી સવે કર્મને ક્ષય કરી રાજવી દશાર્ણભદ્ર પ્રાંતે મોક્ષ મેળવ્યું– અનંત ત્રાદ્ધિના સ્વામી બન્યા.