________________
શાલિભદ્ર :
[ ૯ ]
વહેંચી દીધી. સદૈવ જેમના સારું સ્વર્ગથી : વસ્ત્રાભૂષણેા આવે ત્યાં આ માનવકૃત કે બળનુ જીવન કેટલું ? એક દિવસભર વપરાઈને બીજી સવારે તે વાસી અન્ન માફ્ક જઇને કૃષ્ઠમાં પડયા. એકાદ ટૂકડા બહાર પડ્યો હશે તે ઝાડુ વાળનારીના હાથમાં આવ્યેા. રકને ધનના ચરુ મળતાં જેવા આનદ થાય તેવા તેને આજે યેા. આ સુંદર વસ્ત્ર એઢી તે દરબારગઢમાં ગઇ. રાજની માફક કચરા સાફ કરી પાછી ફરી ત્યાં તે! પટરાણીની નજરે ચડી. “અરે આ! શુ? આ ઝાડુવાળી રત્નક ખળ લાવી ક્યાંથી ? આટલી મેઘેરી વસ્તુ વાપરી એક દિનમાં ફેકી દેનાર એવા તે કચો પુન્યશાળી નગરમાં વસે છે ? ”
રાણી ચલણાએ જ્યારે આ વાત શ્રેણિકભૂપને કહી ત્યારે તે પણ વિસ્મય પામ્યા. તજવીજ કરતાં તેના ખરીદનારનું નામ જાણી તેને અખૂટ દાલતના ને અનુપમ સૈાભાગ્યના ધણી શાલિભદ્રને નજરે નિહાળવાનું મન થયુ.. તરત જ અભયકુમારને એ સંબંધમાં આજ્ઞા આપવામાં આવી.
નિયત કરેલે દિવસે રાજાસાહેબની સવારી ગાભદ્રશેઠના આંગામાં આવી પહોંચી. ગૃહમાં પ્રવેશતાં જ તળીઆમાં બેસાડેલા વિવિધવી કાચની નિર્મળતા જોતાં જ રાજાને પાણીના ભ્રમ થયેા. ગુલીમાંથી મુદ્રિકા કાઢી પરીક્ષાથે જેવી નાંખી કે તરત જ ખનનન અવાજ થયેા અને તે વીંટી કયાંયે અદૃશ્ય થઇ ગઇ. શેઠાણી ભદ્રાએ અવનીપતિનુ સ્વાગત કર્યું. પ્રાસાદના ત્રીજે માળે સારી રીતે શણગારેલા અને જ્યાં ચાતરફ સુગધીદાર પુષ્પાની માળાએ બાંધેલી છે અને સુવાસિત અત્તરા છાંટી દીધેલાં છે એવા એરડામાં તેમને લઇ જવામાં આવ્યા. દેવતાઇ સમૃદ્ધિના નિરીક્ષણમાં રાજવી તેા એકતાર અની ગયા.
ભદ્રામાતાએ સાતમી ભૂમિ પર ખખર કહેવરાવ્યા કે “ શ્રેણિક આવ્યા છે, માટે તમે નીચે આવેા. ”