________________
[ ૩૭૮ ]
પ્રભાવિક પુરુષ :
મહારાજના અંત:પુરમાંથી એક તરુણી-યુગલ ધીમી ગતિએ સુરંગના મુખદ્વાર પર આવી પહોંચ્યું. મહારાજા શ્રેણિક સહુ એ યુગલની આંખેા મળી. મહારાજાએ તક ઓળખીને કાઇ પણ જાતના અન્ય સન્માનવિધિ ન આચરતાં સત્વર રથમાં બિરાજમાન થવાની સૂચના કરી. ત્યાં તેા જાણે કઇ ભૂલાયેલી વસ્તુ યાદ આવી હાય અને તે લઈ આવવાની ખાસ અગત્ય હૈાય–એવા ભાવથી વયમાં કંઈક અધિક દેખાતી તરુણીએ પેાતાની સાથેની તરુણીને ઉદ્દેશી, ધીમા સ્વરે કહ્યું કે- તુ ઊભી રહે, હું મારા અલંકારના ડાખડા લઇ આવુ. ’ કહેનાર તરુણીના નેત્રા પરથી એવા ભાવ સ્પષ્ટ જણાતા હતા કે જો એની સાથેની તરુણી લેવા જાય તેા પાતે ન જાય, પણ પેલી તેા માન રહી. એટલે બેલનાર તરુણી સત્વર અંત:પુરના માર્ગે પડી. મહારાજા શ્રેણિક તેમજ સારથી આ દશ્ય જોઇ રહ્યા. પેલી રમણી નજરથી દૂર થતાં જ મહારાજના કહેવાથી સારથીએ નજીક આવી માન ઊભેલી તરુણીને રથમાં બેસી જવાના આગ્રહ કર્યો. માન રમણીએ સારથીની સૂચનાના અમલ કર્યો. એના બેઠા પછી તુર્ત જ મહારાજા શ્રેણિક પણ રથારૂઢ થયા અને ઇસારા થતાં જ સારથીએ રથના અશ્વોને છેાડી મૂક્યા. રથારૂઢ થયેલી રમણીએ રથ થેાભાવવા–અલંકાર લેવા ગયેલી ગિનીને આવી જવા માટે રાહ જોવા-મ ંદ સ્વરે મહારાજાને જણાવ્યુ', પણ રથ તેા ઉપડી જ ચૂકયા. એની પાછળ વૃક્ષના એથે છુપાયેલા અંગરક્ષકા ધીમે ધીમે આવી સુરંગના માર્ગે આગળ વધવા લાગ્યા.
એ પછી શુ અન્યું તે આપણે ત્રિપુટીના વાર્તાલાપથી જ જાણી લઇશુ, એટલે તે તરફ મીટ માંડીએ. શ્રેણિકભૂપે વાતને આરંભ કરતાં જણાવ્યું કે—
“ અભય ! તારી દરેક રીતની ચાક્કસ ગણુત્રી પાર પાડવા છતાં અને એ કાર્યક્રમ પ્રમાણે અમે સર્વ યથાર્થ પણે રમત