________________
રાજર્ષિ કરકં :
[૧૫૧] વિશ્રાંતિ વૃક્ષની છાયામાં બેસીને લઈ લેતી. વૃક્ષના ફળથી અને સરોવરના કે ઝરણનાં વહેતા જળથી ભૂખ-તરસ છીપાવતી હું આગળ વધી. દિવસને અંત આવે તે પૂર્વે આશાનું એક કિરણ દેખાયું. દૂર એકાદ આશ્રમ જેવું જણાતાં જ મારા ચરણ મેં એ તરફ વાળ્યા. સંધ્યાની શીળી છાયા પથરાવાને થોડી વાર હતી, છતાં તે પૂર્વે મારે ત્યાં પહોંચી જવું જોઈએ, એવો નિરધાર કરી, થાક ને પરસેવાથી ગાત્ર ઢીલા પડ્યા હતા છતાં, મેં ગતિ વધારી. આશાતંતુ પર નાચતી હું એ સર્વ પરિશ્રમ કેવી રીતે સહન કરી ગઈ તે આજે યાદ કરું છું ત્યારે પણ સમાજમાં આવતું નથી. એક જ જવાબ જડે છે અને તે એ જ કે–એક મરણ જેમ સોને ભારે પડે તેમ એક કૃતનિશ્ચયી આત્મા સર્વ કંઈ કરી શકે છે. એની હામ સામે દુઃખો કે કષ્ટોન રાશિ, અગ્નિ સન્મુખ જેમ વૃત પીગળી જાય તેમ, ઓગળી જાય છે”
ર્થ ધામ વા હું તયામિ ” એ સૂત્રમાં એવું અમાપ બળ રહેલું છે. આશ્રમ સમિપ પહોંચતાં જ સામેથી બહાર નીકળતાં કષાયવસ્ત્રધારી કુળપતિના દર્શન થયા. હું કઈ કહું તે પૂર્વે મારી સ્થિતિ સમજી જઈ, બે હાથ ઊંચા કરી તેમણે મને શાંત્વન આપ્યું, એટલું જ નહિ પણ પિતાના શિષ્યને હાક મારી મારું ભૂખ-તરસનું કષ્ટ નિવારણ કરવાની તેમ જ સંધ્યાપૂર્વે નજીકના શહેરને માર્ગ બતાવવાની આજ્ઞા ફરમાવી બહાર નીકળી ગયા. આમ આશ્રમમાં થોડા સમયની શાંતિ મેળવી અને થાક પણ ઊતાર્યો. આહારપાણીના ચાગે શરીરમાં ઉત્તેજના પણ પ્રગટી, પરંતુ હજુ શહેરમાં પહોંચવાનો અને ત્યાં સલામતીભર્યો આશ્રય શોધવાનો પ્રશ્ન નજર સામે ડેકિયાં કરતો હોવાથી કુળપતિના એક શિષ્ય સાથે હું આશ્રમ છોડી આગળ વધી. મનમાં પરોપકારપૂર્ણ સંન્યસ્ત જીવન જીવનાર આ તાપસને ધન્યવાદ દેવા લાગી. થોડું ચાલ્યા બાદ નગરની ભાગોળે અમે આવી પહોંચ્યા એટલે “બહેન!