________________
[૩૧૨]
પ્રભાવિક પુરુષ : સ્થળમાં એક પામર માનવીનું આ જાતનું વૃણેત્પાદક વર્તન ચલાવી લેવાનું મને વ્યાજબી ન જણાયું. તરત જ મેં દરવાનને જેવો એ બહાર નીકળે કે તરત પકડી લેવાને હુકમ આપે પણ અમારા બધાની અજાયબી વચ્ચે એ જોતજોતામાં આકાશ માર્ગે ચાલી ગયે; નજરથી અદશ્ય થઈ ગયા. દરવાને પણ હાથ ઘસતાં જ રહી ગયા !
આ જાતને ચમત્કાર અણઊકેલ રહે તો સે શંકાશીલ રહે એટલે મેં પ્રભુશ્રીને પ્રશ્ન કર્યો
નાથ ! આ જાતની આશાતના કરનાર એ કોણ મનુષ્ય હતો? ભરી પર્ષદામાં સ્વછંદતાથી ગમે તેમ બકવાદ કરવાની એને ઈચ્છા શાથી થઈ ? અને કઈ શક્તિના જોરે એ અદશ્ય થઈ ગયે ?”
ઉત્તરમાં પરમાત્મા શ્રી મહાવીરદેવે જે જણાવ્યું તે હું, શ્રાવકવર પુ! તમને જણાવું છું. એમાં જ મારા ઉદ્ધારની ચાવી છે. એ ચાવીના એક પાંખડારૂપે તમે છો. એમાં જ ભૂતકાળની ખલના અને ભાવીકાળની વિટંબણાના અંકોડા સંધાય છે. એ સાંભળતાં જ તમારું આશ્ચર્ય ભેદાઈ જશે અને સત્ય સ્થિતિ સમજાશે.
પરમાત્મા મહાવીરદેવે જણાવ્યું કે “રાજવી શ્રેણિક! એ પામર દેખાતો આદમી કઈ કેઢીઓ ન હતો. તમારી જ નગરીમાં વસનાર, મણિકર્ણિકા વાવ બંધાવનાર અને આધ્યાને મૃત્યુ પામી દેડકારૂપે તેમાં જ ઉપજનાર નંદ મણિયારનો જીવ, પાણી ભરવા આવેલ સ્ત્રીઓનાં મુખે મારું સમવસરણ અત્રે થયાનું સાંભળી, વાવની બહાર આવી ઠેકડા મારતો અહીં આવી રહેલ તે દર તમારા અશ્વના પગ નીચે આવી જતાં શુભ ભાવનામાં પંચત્વ પામી તરતમાં જ દેવનિમાં ઉત્પન્ન થયેલ દુર્દરાંક નામને