________________
સ્વસ્થ આ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના સંક્ષિપ્ત પરિચય
વિ. સ. ૧૯૩૦ ના પેાસ શુદિ ૧૧ ને દિવસે વાંકાનેરમાં તેમને જન્મ થયા હતા. તેમનું નામ નિહાલચ'દ અને માતાપિતાનું નામ ફુલચંદભાઇ તથા ચોથીબાઇ હતુ. કુશાત્ર મૃદ્ધિના પરિણામે તેમણે અંગ્રેજી ચેાથા ધેારણ સુધીને વ્યવહારિક અભ્યાસ અપવયમાં જ કરી લીધા. પિતાની ઇચ્છા તેમને આગળ અભ્યાસ કરાવવાની હતી, પરંતુ ધાર્મિ ક વૃત્તિવાળા અને સાંસારની જંજાળથી છૂટવા માગતા નીહાલચંદની મને વ્રુત્તિ જુદી જ દિશામાં ગતિ કરી રહી હતી. માપતા તથા સ્વજનવથી તેમની અભિલાષા ગુપ્ત ન રહી શકી એટલે તેમને સ ંસારબંધનમાં ખાંધવા માટે તેમના લગ્નાદિકની વાત પિતાએ તેમની સમક્ષ રજૂ કરી. પર ંતુ સંયમવધૂને સ્વીકારવાને ઈચ્છતા નીહાલચંદભાઇએ તેનેા ઇનકાર કર્યાં,
તેમની વૈરાગ્ય ભાવના વધુ ને વધુ વિકસી તેથી તેએ! ગુપચુપ ધરમાંથી ચાલ્યા ગયા. વિ. સ. ૧૯૪૯ ના અશાડ શુદિ ૧૧ ને દિવસે મહેરવાડા નજીક સ્વયં જ સાધુવેશ સ્વીકારી લીધા, ચામાસું મહેરવાડામાં જ વ્યતીત કર્યું, પરંતુ વિધિપૂર્વકની દીક્ષા માટે તેમનું મન તલપાપડ ચત્ર લાગ્યું. ચેમાસુ ઊતરતાં જ તેએ ઉમતા આવ્યા અને મુનિશ્રી કાંતિવિજયજી પાસે પેતાના ગુરુ શ્રો વિજયજીના નામથી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. બાદ તેએ વડનગર પેાતાના ગુરુ પાસે આવ્યા અને સ ૧૯૫૦ ના મહા શુદિ ને દિવસે તેમને વડીદીક્ષા આપી મુનિ શ્રી નીતિવિજયજી તરીકે જાહેર કર્યા.
ક્રમેક્રમે શાસ્ત્રાભ્યાસ અને ગુરુનિશ્રામાં વિહાર કરતાં અલ્પ સમયમાં તેમના શાસ્ત્રમેધ વૃદ્ધિ પામ્યા. તેમની વ્યાખ્યાનકળા પણ ખીલી નીકળી એટલે શાસનેદ્યોતનાં સારાં સારાં કાર્યં તેમના ઉપદેશદ્વારા થવા લાગ્યાં, તેમની આવી શક્તિથી રંજિત થઇ વિ. સ. ૧૯૬૨ ન: કાર્તિકવદિ ૧૧ ના રાજ પંન્યાસપ૬ અને ૧૯૭૬ ના માગશર સુદ ૫ ના રોજ આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યુ. આચાર્ય`પદ મળતાં જ તેમને પેાતાની જવાબદારીનું સવિશેષ ભાન થયુ' અને સ્થળે સ્થળે વિહાર