________________
અતિમુક્તક કુમાર :
[ ૮૧ ]
છાંયા જોઇને અમારા કેશ શ્વેતતાને ધારણ કરે છે. તું તેા હજી ખીલતા કુસુમ સરખા છે. તારે હજી ઘણા પ્રકારના નવનવા અનુભવા પ્રાપ્ત કરવાના છે. કેટલી ય ટાઢી-મીઠી ચાખવાની છે, માટે ઉતાવળા ન થા. ’
વહાલા જનક જનની ! વિશિષ્ટ જ્ઞાન વગર કેમ જાણી શકાય કે તમે વૃદ્ધ છે અને હું માળક છું? શું યમરાજ કેશનું શ્વેતપણુ નિરખી આમંત્રણ મોકલે છે ? ચક્ષુ સામે આપણે જોઇ રહ્યા છીએ કે પગ જેના ખખડી ગયા છે, નેત્ર જેના વહી રહ્યા છે અને ગાત્ર જેના ગળી જવા લાગ્યા છે એવા વૃદ્ધને પડતા મૂકી, જેને સંસારને નિહાળ્યા પૂરા પાંચ ચામાસા પણ નથી થયા, અરે ! જેના વાળની કાળાશ પણ મનેાહરતાને ધારણ કરવા લાગી હાય છે અને જે હજી દુનિયા કઇ ચીડીયાનું નામ છે એ જાણતા પણ નથી હાતા એવા અભ કને શું નથી યમરાજ ઉપાડી લેતા ? માટે જ નાના મેટાના કે યના વિચાર નકામા છે.
''
વળી પૂજ્યશ્રી ! વિચારે કે કેણુ પુત્ર છે ને કાણુ માતા કે પિતા છે ? સંસારભ્રમણમાં આ જીવને એવા કેટલાય સંબધા થઇ ગયા તેની કંઇ નોંધ છે? આજે જે માતા છે તે ભૂતકાળમાં પિતા, ભ્રાતા કે પુત્રના સંબંધથી કેટલી ય વાર જોડાઇ ચૂકેલ છે. કર્રરાજની જાળમાં સંબંધની સરખાઇ શેાધી પણ જડે તેમ નથી. વીતરાગના વચન મુજબ સર્વે આત્મા પથિક તુલ્ય છે. એ સિવાય ન તા માતા કે ન તેા પિતા, નથી તેા પ્રિયા કે નથી તે સંતાન, અને તેવી જ રીતે ન તા ભાઇ કે ન તા બહેન શરણુ આપનાર થઇ શકે છે. જ્યાં પેાતે જ પરાધીન છે ત્યાં ખીજાને શરણભૂત થાય પણ કેવા પ્રકારે રક આત્મા કેાટિ દ્રવ્યનું દાન કયાંથી કરી શકવાના? શરણ તે તે મહાત્માનું લેવું ઘટે કે જેણે ત્રણ લેાકમાં પરમ ઐશ્વર્ય તા સાધી