________________
[૧૧૦]
પ્રભાવિક પુરુષ : કે એ ઘાત એકાદા આહારને સાધનને નહીં પણ પચંદ્રિય પ્રાણી છે. વળી એના માંસમાં પણ સમયે સમયે અનંત નિગોદ જીવને ઉત્પત્તિ–લય થયા કરે છે એટલે અનાજ કે વનસ્પતિના જીવ સાથે હાથીના જીવની તુલના અનુચિત છે. અને સાથે એટલું પણ ઉમેરું છું કે તમારે ત્યાગજીવનમાં શા માટે એ જાતના નાના-મોટા આરંભમાં પડવાપણું હોય? સંસારસ્થ ગૃહસ્થો તમારા સાચા ચારિત્રના દર્શન કરશે–તમારા પરમાર્થજીવનની સૈરભ સુંઘશે એટલે તમારી આહારની ચિંતા આપોઆપ ટળી જશે. મારી સામે નજર કરે. નથી તે એક ઠામે નિયતવાસ કે નથી તો દેહપષણનું સાધન, છતાં મારું ગાડું અટકી નથી પડતું અને ધારે કે કઈ દિવસ અટકે તો અહોભાગ્ય માનવું. પરિષહના સામના વિના આત્મસાક્ષાત્કાર ન જ લાભે, તેથી અહિંસાનું સાચું સ્વરૂપ પિછાને અને પરમાત્મા મહાવીરદેવના માર્ગે ચાલે. અહિસા તે જ છે કે જેના પાલનથી કેઈપણ જીવનું રૂંવાડું સરખું પણ ન દુભાવું જોઈએ તેમજ રાશી લાખ જીવનિને અભય પ્રાપ્ત થવું જોઈએ.'
તાપસ મારા વક્તવ્યથી બંધ પામ્યા. તેમને દલીલ કરવાપણું ન રહેવાથી વીતરાગમાર્ગના અનુયાયી બન્યા. તેઓ પણ વૈભારગિરિ પર બિરાજતા જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છે અને ભૂપાળ! હું પણ ચિરકાળની મારી એ અભિલાષાને પૂર્ણ કરવા આતુર બને છું. આજે એ મહાપ્રભુના ચરણમાં પડી આત્માને પવિત્રનિર્મળ બનાવવા ઈચ્છું છું. તમે જોશો કે ગજની બંધન-મુક્તિ કે તાપસને બેધ દેવાપણું એ જેટલા મુશ્કેલ નથી લાગ્યા એટલા પેલા સુતરના તાંતણું વિકટ લાગ્યા છે.”
ધન્ય હો ! મુનિશ્રી આપના જીવનને ધન્ય હો ! અનાર્યતાની મધ્યમાં ઉછરી, આપે કમળપુષ્પ સમ નિર્લેપતા સાધી જીવન ઉત્કૃષ્ટ બનાવ્યું છે.”