________________
[ 6 ]
પ્રભાવિક પુરુષો : વચન યાદ આવ્યું કે-મનુષ્ય પરભવનું પાથેય તે બધી જ રાખવું કેમકે યમરાજનું આમંત્રણ આવવાનું છે એ તો ચોક્કસ જ છે. વળી ચારિત્રપાલનનું જઘન્ય ફળ પણ જ્યારે વૈમાનિક દેવલોક પ્રાપ્ત કરાવે છે, ત્યારે એના ઉત્કૃષ્ટ ફળનું તો શું કહેવું? તેમણે પ્રવજ્યા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. પત્ની ભદ્રા ને પુત્ર શાલિભદ્ર સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો. શેઠાણીએ આનાકાની દર્શાવી, પણ પુત્રની સંમતિ મેળવવામાં વિલંબ ન થયો. ખરું જ કહ્યું છે કે-“પુન્યવાનને પરિવાર પણ પુન્યશાળી જ હોય છે. ”
બાદ દીક્ષાનું શુદ્ધતાથી પાલન કરી થોડા કાળમાં ભદ્રશેઠ કાળ કરી વૈમાનિક દેવ થયા. અવધિજ્ઞાનના ઉપગથી જાણ્યું કે આ સ્વર્ગસુખપ્રાપ્તિમાં પુત્ર શાલિભદ્રની હસ્તે મુખે વિદાય કારણભૂત છે, તેથી પુત્ર નેહી આ દેવપિતાએ પ્રતિદિન નવાં નવાં વસ્ત્રાલંકારોની દિવ્ય વસ્તુઓ અને જ્યવસ્તુની પુત્ર ને પુત્રવધુઓની સંખ્યામાં અર્થાત તેત્રીશની સંખ્યામાં વર્ષા શરૂ કરી. (મોકલવા માંડી). આમ શાલિભદ્ર શેઠના ઘરમાં જ નવા નવા સ્વર્ગીય શૃંગાર ઉભરાવા માંડ્યા. એકનું પુન્ય ને બીજાનો નેહ આમાં નિમિત્તભૂત છે. ભદ્રા શેઠાણું પણ ગોભદ્ર શેઠના સંસાર છોડ્યા બાદ ઘરનો તેમજ વેપારને વહીવટ ચલાવતા હતા. વણકુટુંબમાં જન્મ પામેલ એ શ્રેષ્ઠિભાર્યા વ્યવહારકુશલ હાઈ સર્વ કાર્યોમાં દક્ષ હતા. પુત્રની સંપત્તિમાં કરિયાણાના કયવિજયથી તેમણે સારી વૃદ્ધિ કરી. વ્યાપારી બાબતોનું તેમનું જ્ઞાન નારીગણમાં તેમને અદ્વિતીય સ્થાન અપાવતું. શાલિભદ્ર કુમાર તો સાત માળના રમ્ય પ્રાસાદમાં રૂપશાલિની લલનાઓ સહ દૈગંદુક દેવ સરખા વિલાસ માણી રહ્યો હતો. એની દુનિયા એ સમભૂમિ પ્રાસાદમાં જ સમાઈ જતી. દેવલોકના સુખનો અનુભવ આ મૃત્યુલોકમાં કરનાર તે પહેલવહેલે જ ભાગ્યશાળી નર હતા. - મગધની કીર્તિ સારાયે ભારતવર્ષમાં પુષ્પની વાસ સમ