________________
ચેડા મહારાજા
[ ૩૬૭] સરખા પુરુષાહુદયને સમજાય કે-સીતા, દ્રૌપદી, દમયંતી અથવા તો કળાવતી કે અંજના જેવી મહાસતીઓના પ્રેમ એ ગુલામી દશાના પ્રતીકરૂપ નહોતાં ! તેમ નહોતાં એ પાછળ પુરુષજાતિએ ગોઠવેલાં સમાજતંત્રના ભય કે નિતિક કાનૂનનાં બંધન. એની પાછળ તો સતીહૃદયની ગુહામાં ઝળહળતી પ્રેમજ્યોતિનો ગહન ઇતિહાસ ભર્યો છે. એને ઉકેલવા સારુ સ્વતંત્રતા કે કાન્તિનાં નિરસ ગાન ગાતાં શુષ્ક હૃદયો હરગીજ નકામાં છે. અરે ! પુરુષ જાતિનો અતિ મોટો ભાગ એ ગૂઢતા સમજી પણ નહીં શકવાનો ! નારીહૃદયની કોમળતા, અર્પણુતા અને ઓતપ્રેતતા એ અનેરી વસ્તુ છે. કોઈ ભલે માને કે પુરુષ જાતિએ ઊભા કરેલાં બંધનો અને રચેલાં કાનૂનોની સખ્તાઈથી નારીજાતિ સૈકાઓથી પરાધીન દશા ભગવતી આવી છે. આ માન્યતામાં છેડા સત્યાંશ ભલે હોય, બાકી તો નારીજાતિને જે નૈસર્ગિક સ્વભાવ છે અને એ સ્વભાવ પાછળ જીવન હોમી દેવાની જે દઢ શક્તિ છે તેથી જ ભૂતકાળના ઈતિહાસનાં પાનાં એ જાતિના અભુત મનોબળની સાક્ષી પૂરતા ઉલ્લેખોથી ભરાયાં છે. એ કીર્તિગાથાને “ગુલામી' તરીકે ઓળખનાર ભ્રમ સેવે છે. જે હાથે પારણું ઝુલાવે છે તે હાથમાં જગતને હચમચાવી મૂકવાની તાકાત છે. ફક્ત નિશ્ચય થાય તો જ. સ્ત્રી જાતિ એ શક્તિનો અવતાર છે. એની સામે પુરુષનું ખમીર ઠીંગુજી જેવું છે. અપેક્ષાથી આ વાત ગળે ઊતરે તેવી છે, કેમકે મેટા મહારથીઓ પણ જે માતાના અંકમાં ઉછર્યા, એ માતાની સૂચનાઓથી ટગમગ દશા ભૂલી, પગ મૂકતા ને ડગ ભરતા થયા, તેઓ એ માતાની હોડમાં ઊભા જ ન રહી શકે. તેથી તો શાસ્ત્રકારોએ “ જનની”નું સ્થાન સર્વોત્કૃષ્ટ પદે સ્થાપ્યું છે. એના વાત્સલ્યની તોલે કઈ ચીજ આવી શકે તેમ નથી, જેમાં નારીજાતિની ગુણવંદના છે. એ યશગાથા અજોડ છે.