________________
[૧૨૮]
પ્રભાવિક પુરુષ : “આજે તે પવિત્ર-અજોડ સંતના પગલાંથી આપણી ભૂમિ પાવન થઈ છે. વળી એક વાત રહી ગઈ. એ જ્ઞાતપુત્ર સાથે મારો સંબંધ છે એ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યાર છે. જે કાળે શ્રેણિક-ચંડપ્રદ્યોત આદિ રાજકુમારે ચિદ સ્વપ્નસૂચિત એ કુમાર ચકવત્તી થશે એ ધારણાથી તેમની સેવા કરવા ક્ષત્રિયકુંડ નગરમાં આવેલા ત્યારે હું પણ ગયેલો. કેઈ અગમ્ય સંકેતથી પ્રથમ દર્શને જ અમારા વચ્ચે પ્રીતિની ગાંઠ બંધાઈ ને તે દિવસે દિવસે વૃદ્ધિગત થતી જ રહી છે.
આજે તો એ વાતને વર્ષોના વહાણા વહી ગયા છે. દરમિયાન સંસારના વૈભવ-વિલાસને તૃણવત્ ત્યજી દઈ એ મિત્રે આત્મકલ્યાણને દુર્ધર પંથે સ્વીકાર્યો ત્યારે હું હજી વિલાસમાં બૂડેલો છું. એ મહાત્માએ જે સત્યના દર્શન પોતે કર્યા તે આજે જગતભરને દેખાડવાના પરોપકારી કાર્યને આ જન્મનું વ્રત માન્યું છે અને એ પરમાર્થ ભાવનાથી પ્રેરિત બની આ તરફ પધાર્યા છે. તો મારી બેવડી ફરજ છે કે મારા એક સમયના એ પ્રિય સહદનું–જનકલ્યાણ કરનાર પ્રભુનું-અદ્યાપિ સુધી કેઈએ ન કર્યું હોય તેવું સામૈયું કરી સ્વાગત કરવું. જેટલી શક્ય હાય તેટલી તમામ ઋદ્ધિથી તેમની સામે જઈ, એ મહાપુરુષનું બહુમાન કરવું. સારા ય મારા દેશની સમૃદ્ધિના દર્શનપૂર્વક મારી આખી પ્રજાના સાથથી તેઓશ્રીની એવી ભક્તિ કરવી કે આજ સુધીમાં એ પ્રકારની કેઈએ કરી ન હોય, તેથી જ આ તરફ તેમના કદમ થયાનો સંદેશો મળતાં જ મેં સર્વત્ર ઉચિત તૈયારી કરવાના ફરમાને કાત્યા છે.” | દશાર્ણભદ્ર રાજાના મુખથી આજે પધારનાર પ્રભુ શ્રી મહાવીરદેવ સંબંધી વૃત્તાંત તેમ જ તેમના સામૈયા માટે કરવામાં આવતી તૈયારીને લગતું વૃત્તાંત લંબાણપૂર્વક સાંભળી કુમાર હર્ષ પામે.