________________
દાણ ભદ્ર :
[૧૭] ધર્મ જેવી ઉત્તમ વસ્તુને વાસ જ ન હોય. જ્યાં અહિંસા ત્યાં જ ધર્મ. જે યજ્ઞમાં હોમાનાર પશુઓ સ્વર્ગે જતાં હોય તે શા સારુ યજ્ઞ કરનારા પોતાના માતાપિતાને હોમીને સ્વર્ગે નથી મોકલતા? શું તેઓ સ્વર્ગકામી નથી? પશુ બિચારા કયારે સ્વર્ગે જવાની માગણી કરવા આવ્યા હતા?”
વળી પરભવમાં સુખદુ:ખ પામવાના નિમિત્તરૂપ આ જન્મના કે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલાં સારા-માઠાં કર્મો જ છે, એટલે અહીંથી અપાતા પરવાના કે કહેવામાં આવતું-“અમને ધન આપશે તો ધન મળશે, પલંગ આપશે તો પલંગ મળશે” ઈત્યાદિ સર્વ કંઈ મિથ્યા છે. એક પ્રકારની એ છેતરપિંડી છે. અત્રેથી છૂટનાર જીવ અન્ય જન્મમાં કઈ ગતિમાં ઉદ્દભ એ જ જ્યાં વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ કહી શકે તેમ નથી ત્યાં પછી અહીં અપાતા દાન ત્યાં પહોંચાડવાની વાત કરવી એ રેતી પર કિલ્લા ચણવા જેવું હાસ્યાસ્પદ છે.
પુત્ર! ઉપર વર્ણવ્યા એ તો માત્ર એકાદ બે મુખ્ય મુદ્દા છે. ધર્મને લગતો આત્માના સાચા સ્વરૂપને વર્ણવતો, સ્વર્ગ–નરકની યથાર્થ સમજણ આપતો અને એ માટેની શુભાશુભ કરણીઓને સૂચવતો ઉપદેશ સ્થાને સ્થાને ભ્રમણ કરીને-જડ નાંખી બેઠેલા દ્વિજવર્ગને રોષ વહોરીને-જરા પણ ગભરાયા વગર કે ઉશ્કેરાયા વગર ઉપદેશ આપનાર શ્રમણ ભગવાન મહાવીર એ સર્વોત્કૃષ્ટ વિભૂતિ છે.
યજ્ઞ માટે હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ઈંદ્રભૂતિ આદિ પંડિતેનું આકર્ષણ કરી, પિતાની પાસે બોલાવી, તેમનું દષ્ટિબિન્દુ ફેરવનાર એ પ્રબળ પ્રતાપી અદ્વિતીય વીર છે. તે પંડિતો જે વદને માનતા હતા તેમાંનાં જ મંતવ્યથી પોતાની વાત સિદ્ધ કરી, તેમને વીતરાગ ધર્મમાં વાળી જયશ્રી વરનાર મહાન વિજેતા છે.