________________
ધન્યશ્રેણી :
મહાવીર સમિપ પહાંચ્યા અને ધન્ય પ્રશ્ન કરવા લાગ્યા ત્યારે જ પ્રભુશ્રીના અનેલ વ્યતિકર તેમણે જાણ્યે.
[ ૨૯ ]
શાળિભદ્ર મુનિએ સબંધી મુખેથી પારણા સંબંધી
એ સાંભળી એમને ઘણું જ દુ:ખ થયું. આંગણે ઊગેલ કલ્પવૃક્ષને સહસા છેદી નાખી પછી એને મનવ છિત પૂરણ ગુણુ વિચારતાં જે જાતના પશ્ચાત્તાપ થાય એવા તીવ્ર પશ્ચાત્તાપ થયા; પણ હવે શું વળે તેમ હતુ.
જે ‘ ખુદથી બગડી તે હવે હાજથી સુધરે તેમ હતું જ નહીં.’ એક જ ભૂલે સારી ય પરિસ્થિતિ ફેરવી નાખી હતી. ગયા અવસર પાછા લાધવાના સંભવ જ નહેાતા. ઉભય મુનિઓએ વૈભારગિર પર આખરી અનશન કર્યું છે એ વાત જાણતાં જ, પ્રભુને વાંદી તેઓ એ ટેકરી પર પહાંચ્યા.
ત્યાં શું જોયું ? અહા ! જેમની દેહલતા માખણુથી પણ સુકેામળ હતી અને જેમને સામાન્ય ગરમીથી પણ પરસેવા થતા હતા તેઆ આજે ઊઘાડા શરીરે સૂર્યના પ્રખર તાપની કે પવનના પ્રબળ ઝંઝાવાતની જરા પણ પરવા રાખ્યા વગર ઐહિક મૂર્છાના, નાનામાં નાની પાલિક વાસનાને, સર્વથા જય કરી, કેવલ આત્મકલ્યાણમાં એકતાર બન્યા છે. એમની નજર સરખી આ વંદન કરનારા પરિવાર તરફ ખેંચાતી નથી ! ‘ અહં’ અને • મમ ’ જેવા ભાવનુ એકાદુ બિન્દુ પણ દેખાતું નથી. ત્યાં તે માત્ર ધ્યાનપરાયણ દશા જ છે. ભદ્રા માતા પેાતાના પ્રમાદને અશ્રુભીની આંખે વર્ણવે છે, પણ એ ઝીલવા કાન જ જ્યાં ઊઘાડા નથી ત્યાં શું થાય ? માતા વિષ્ણુ ચહેરે પાછા ફર્યા. ઉભયે એકતારથી આત્મકલ્યાણ સાધ્યું.