________________
આદ્રકુમાર : .
[ ૭] વળી સુભટ સાથે જોડાઈ જતો. કેઈક વાર કલાકોના કલાકે એકલે રહેતા અને શોધ કરીને આ લેકે જ્યાં નજીકમાં આવતા જણાય ત્યાં તે તેમની પાસે પહોંચી જઈ હસી પડતો. આ જાતની સંતાકુકડીથી સુભટામાં કુમારે વિશ્વાસ જમાવ્યા. એકદા ભૂલથાપ આપી, જહાજમાં ચઢી, ચિરકાળથી જે સ્થાનને જેવાની તાલાવેલી ઉદ્દભવી હતી એવા ભારતવર્ષના આર્યવિભાગમાં આવી પહોંચ્યું.
પવિત્ર ભૂમિ પર પગ મૂકતાં જ જાતિસમરજ્ઞાનથી નિરખેલ દશ્ય તાજું થયું. દીક્ષાની લગની બળવત્તર બની. યેગ્ય ગૃહસ્થને પ્રતિમા સોંપી, મંત્રીશ્વર અભયને એ પહોંચાડવાની ભલામણ કરી, આદ્રકુમારે સ્વયમેવ ચારિત્ર સ્વીકારી લીધું અને મગધદેશ તરફ પ્રયાણ કર્યું. ચારિત્ર-ગ્રહણ સમયે આકાશવાણીમાં સંભળાયું કે
* કુમાર ! તારે દીક્ષાની વાર છે. હજુ ભેગાવળી કર્મ બાકી છે માટે ઉતાવળ ન થા.”
પણ આદ્રકુમારે એ તરફ બહેરા કાન રાખ્યા. પોતાના નિર્ણયમાં તે આગળ વધ્યા. એક ભૂલે તેની બાજી ઊંધી વાળી હતી તે સુધારવાના આવેગમાં એનું મન એટલી હદે લીન થયું હતું કે બીજી તરફ એ જોતું જ નહીં. બસ, એક જ લગનીસંયમ, સંયમ ને સંયમ. અને તેના પાલન અર્થે ઇંદ્રિયદમન તથા તપ. ફરતાં ફરતાં આદ્રમુનિ મગધદેશના વસંતપુર ગામમાં આવી, ભાગોળે આવેલા મંદિરમાં એકાંત સ્થાન પસંદ કરી, કાયોત્સર્ગમાં એકાગ્રપણે ઊભા રહ્યા.
સમય સમયનું કામ કર્યું જ જાય છે. એની ગતિમાં રજ માત્ર અલન નથી થતું, તેથી જ “દિતતાન ઇતિ એવી ઉપમા