________________
થઈ ગયેલા તેને સુધારાવધારા સાથે આ સંગ્રહ છે. આ કથાનકોના તેમણે પાંચ ગુચ્છક કર્યા છે અને દરેક ગુચ્છને હેતુપુરસ્પર આલેખવામાં આવ્યો છે તે સંબંધી વિવેચન તેમણે સ્વયં જ ઉપસંહારમાં દર્શાવ્યું છે એટલે તે વિભાગ જ વાંચી જવાની ભલામણ કરી અહીં તેનું પુનરાવર્તન કરતા નથી. ભાઈશ્રી ચોકસીની કલમ ધીમે ધીમે કસાતી આવે છે અને તેઓ ધર્મ–કથાનકોના આલેખનમાં દિનપ્રતિદિન વિશેષ ને વિશેષ ફતેહમંદ નીવડે તેમ ઇચ્છું .
ક્રમે ક્રમે છપાવેલા કથાનકે જે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય તે સમાજને અતીવ ઉપયોગી થઈ પડે તેવી ભાવના અત્રેના અગ્રગણ્ય સાહસિક વ્યાપારી ભાઈશ્રી ચુનીલાલ દુર્લભદાસે પ્રદર્શિત કરી અને તેને અંગેનો સઘળો ખર્ચ આપવાનું તેમણે સહર્ષ કબૂલ કર્યું.
ભાઈશ્રી ચુનીલાલ એ કલા વ્યાપારમાં જ રસ ધરાવે છે તેમ નહિ પરંતુ સાહિત્ય અને કેળવણીના કાર્યમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લે છે. આ પ્રકાશિત થતાં પુસ્તકની પૂર્વે તેમની જ સહાયથી અમે
કુમારપાળ રાજાના રાસનું રહસ્ય” અને “ગૌતમ નીતિ દુર્લભ બોધ” પ્રકાશિત કર્યા હતાં. આ ઉપરાંત તેઓ “શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણા” ના પણ માનદ સેક્રેટરી છે. તેઓ કીર્તિની ઝંખનાથી પ્રગટ દાન કરવા કરતાં ગુપ્તદાનના જ અભિલાષી છે. આધુનિક વિષમ વાતાવરણમાં દરેક સુજ્ઞ શ્રીમંતનું એ આવશ્યકીય કર્તવ્ય છે.
તેમનો સ્વ૦ આ. શ્રી વિજયનીતિસૂરીશ્વર પ્રત્યે અગાધ પૂજ્યભાવ હતા, કારણ કે ધર્મ-દાતા ગુરુને ઉપકાર તો ન બદલે વાળી શકાય તેવા છે. ગુરુભક્તિના ચિહ્ન તરીકે અને પિતૃ-ઋણ અદા કરવા માટે આ. શ્રી વિજયનીતિસૂરિને તેમજ તેમના પિતાશ્રી ભાઈ દુલભદાસ રૂગનાથને ફેટે આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. જ્ઞાનવૃદ્ધિની સાથે સાથે ગુણવૃદ્ધિ કરાવનાર કાર્યમાં ભાઈ શ્રી ચુનીલાલે કરેલી દ્રવ્યસહાયની અમે અનુમોદના કરીએ છીએ.