________________
દ્રઢપ્રહારી :
[૧૧૭] યુવાની દીવાની તો છે જ એમાં વળી વ્યસનને વળગાડ અને પ્રાપ્ત કરેલ બળને ગર્વ. જીવન સુધારવાને બદલે “ચાર કેટવાળને દંડે એ ન્યાયે” રાજા અને સંબંધીઓ પર દ્વેષ ધરી, નજીકની એકાદી પલ્લીમાં પહોંચ્યો અને તેમાં ભળી જઈ લૂંટફાટનો વ્યવસાય આરંભે. મારા પરાક્રમથી ભિલ્લનાયક રાજી થશે અને પોતે નિ:સંતાન હોવાથી મને પુત્રપણે સ્થાપે. ત્યારથી મારું કામ વધી પડ્યું. અવારનવાર આસપાસના પ્રદેશ પર હું મેટી ધાડે લઈ જતો, પ્રજાને રંજાડતો, સામા થનારના જાનમાલને નાશ કરતો અને ધનના પિોટલા બાંધી લાવતો. કેઈપણ પ્રકારે વધુ ધન એકઠું કરી, વધારે માણસનું જૂથ જમાવી, મારા રાજા સામે બહારવટું ખેલવાના મને કેડ હતા. ચારે તરફના પ્રદેશમાં મારું નામ જબરદસ્ત ને શૂરવીર લૂંટારા તરિકે-ભયંકર હત્યારા તરિકે પ્રસિદ્ધિને પામ્યું હતું. કુશસ્થળની સંપત્તિ મને અહીં ખેંચી લાવી. કેટલા ય ધાડામાં અખૂટ લક્ષમી એકઠી કરી. કેટલાયના જીવનને અકાળે અંત આણ્યો. ઘણું બહેનને અકાળે વૈધવ્ય ભગવાવામાં હું નિમિત્તભૂત બન્યો. કેટલાય સંતાનને અનાથ બનાવવામાં કારણરૂપ થયો. હત્યારાના જીવનમાં બીજે તે શું સાર હોય? દ્રઢપ્રહારીના પગલે પગલે ધરણી ધ્રુજવા માંડી. નામ-શ્રવણ થતાં જ માનવી હૃદયે કંપવા લાગ્યા.
“આને છેડે ક્યારે આવત તે કલ્પનાતીત વાત હતી પણ એક જ બનાવે બાજી પલટાવી. લાંબા કાળથી રચેલ મને સૃષ્ટિમાં એ ભૂકંપ એ થયે કે સારી ય ઈમારત એકાએક તૂટી પડી. એ સોનેરી પળ તે વેળા તે મને ભયંકર ભાસેલી, મારા મનેરથને ભસ્મીભૂત કરનાર એ ચોઘડિયા પર મેં તિરસ્કાર વરસાવેલે પણ આજે મને સમજાય છે કે મારા જીવનપલટાનું મૂળ વહેણ ત્યાંથી જ શરૂ થયું. એ ક્ષણ સાચે જ અણમૂલી હતી. જો કે એ કુટુંબનું તો મેં સત્યાનાશ વાળ્યું છતાં એ કુટુંબરૂપ