________________
[ ૧૧૬ ]
પ્રભાવિક પુરુષ : અર્થે વિનંતિ કરી અને વૃક્ષ હેઠળ લઈ જઈ પિતાની પાસેના ભાતામાંથી સૂઝત આહાર ગ્રહણ કરવાની પ્રાર્થના કરી.
મુનિશ્રીએ ચોગ્ય ચીજો લીધી અને હંમેશના માર્ગે આગળ વધવા માંડયું. દ્વિજે એ સમયે સ્વહૃદયને ભાવ પ્રકટ કર્યો. મુનિશ્રીએ જણાવ્યું કે: “ભાઈ ! એ બધું જાણવામાં કંઈ સાર નથી, આમ છતાં તારી ઈચ્છા જ હોય તો થોડા સમય પછી અરણ્યના અમુક વૃક્ષ હેઠળ મળજે.”
જિજ્ઞાસા ચીજ જ એવી છે કે એક વાર ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી એ પૂર્ણતાને પામે નહીં ત્યાં સુધી શમતી નથી. સમય થતાં પૂર્વે દ્વિજમહાશય નિર્દિષ્ટ સ્થાને પહોંચી ગયા. અલ્પ કાળમાં સમીપવતી ટેકરીના એક ભાગ પરથી ઉતરી આવતા મુનિશ્રી પણ દેખાયા. ઉચિત વિધિપૂર્વક બેઠક લીધા બાદ સાધુજીએ સ્વ-જીવનને ભૂતકાળ નિમ્ન શબ્દોમાં ઊકેલ શરૂ કર્યો
“એક સમયે તારી માફક હું પણ ક્રિયાકાંડમાં તત્પર બ્રાહ્મણ હતા. મારું નામ દુર્ધર પાડવામાં આવેલું. મને સંગત થઈ ક્ષત્રિય સંતાનોની, એટલે અસ્ત્ર, શસ્ત્ર ફેરવવાનું પણ શિખ્યો. નિશાન તાકી એવું તો તીર ફેંકુ કે એ નિષ્ફળ જાય જ નહીં. મારા પ્રહાર ખાલી ગયો હોય એવું ભાગ્યે જ બને. ત્યારથી જ દ્રઢપ્રહારી એવું મારું નામ પડયું. શક્તિની સાથે મને ગર્વ પણ આવ્યા.
“વળી વ્યસનેમાં ચકચૂર રહેવા લાગે. દ્વિજસંતાનને આવું જીવન શોભાસ્પદ ન જ હોઈ શકે, એટલે વડીલ માતાપિતા તરફથી ઉપાલંભ મળવા લાગ્યા, છતાં સંગતને દેષ ન જ ટ. “શ્વાનની પૂંછડી વાંકી ને વાંકી” એ ઉકિત અનુસાર શિક્ષા દેનાર પ્રત્યે હું રાતી આંખ કરવા લાગ્યો. આખરે રાજા તરફથી મને ગામ છોડવાને આદેશ મળે.