________________
દ્રઢપ્રહારી :
[૧૧૫] પ્રબળ રોષ? તમે એ સંબંધી જે હકીકત જાણતા હો તે મને કહી સંભળાવો. હું હજી આજે જ પાવાગામથી અહીં આવેલો છું.”
મહાશય ! મારા વ્યવસાય ખેતીને હવાથી મને આ મહાત્મા સંબંધી કંઈ પણ ખબર નથી. પણ એટલું હું જાણું છું કે આ મહાત્મા છેલ્લા છ માસથી આ નગરની જુદી જુદી દિશાએ સવારથી મધ્યાહ્ન સુધી આ રીતે મેનપણે ઊભા રહે છે અને તેમના પ્રતિ થતો આક્રોશ કે પરિષહ સમતાભાવે સહન કરે છે. મેં મારી નજરોનજર આ બધું જોયું છે ત્યારથી મને કુદરતી તેમના પ્રતિ બહુમાન પેદા થયું છે. તેમના દર્શન કર્યા વગર મારો દિવસ પડતો નથી. તેમની માફક હું પણ નગરની ચારે દિશામાં ફર્યો છું. મને કેટલીક વાર થતી કદથનાઓ નિવારવાનું મન થયેલું અને તેથી એકાદ બે વાર બપોરનો સમય સાધી હું મુનિશ્રીને મને પણ ખરો. પરંતુ એક જ વાર જવાબ મળે કે-“મહાનુભાવ! આ બધું હું ઈરાદાપૂર્વક સહન કરું છું, તારે એમાં કંઈ કરવાપણું નથી.”
“મહાશય ! ત્યારથી મને પણ લાગેલું કે આ પ્રકારના દેહદમનમાં કંઈ ઊંડે (૧દ રહેલો હશે પણ મારા જેવાં રંક અને રોજના વ્યવસાયીને એને તાગ માંથી મળી આવે ? કદાચ તમારા જેવાથી એ પડદો ઉચકાય તો ના ન કહેવાય. મધ્યાહ્ન થયા પછી અહીંથી તે જંગલ તરફ઼ ચાલ્યા જાય છે. એ તક સાધીને તમે કંઈ વાત કઢાવી શકે ખરા.”
મધ્યાહ્નને હજુ વિલબ હતો. ખેડૂત તે નગર તરફ સીધા, જ્યારે ભૂદેવે નજીકની વાવમાં જઈ, સ્નાન કરી, આવશ્યક કર્મ પતાવ્યું અને મુનિશ્રીના આગમનની માર્ગ–પ્રતીક્ષા કરવા લાગ્યા.
ધારેલી પળ આવી પહોંચી. મુનિ કાયોત્સર્ગ પારી જંગલના માર્ગે વળવા માંડ્યા. ત્યાં તો દ્વિજમહાશયે કરજોડી આહાર