________________
ચેડા મહારાજા :
[ કર૧ ] અન્યત્ર લઈ જવામાં ન આવે ત્યાં સુધી આ સંકટને નિસ્તાર થો અશક્ય છે.” મૂંઝવણ સામાન્ય બુદ્ધિને પણ ભ્રંશ કરે છે. એ વેળા ભૂતકાળને અનુભવ પણ યાદ આવતો નથી. સંકટથી મુક્ત બનવાના એક માત્ર ઈરાદાથી પ્રજાજનોએ યતિની વાત સાચી માની, સ્તૂપ ખોદવાનું કામ આરંભી દીધું. બીજી તરફ પૂર્વસંકેત મુજબ કુણિકનું સૈન્ય ઘેરે છેડી પાછું વળવા માંડયું. સૈન્ય પાછા ફરવાના સમાચારે જનતામાં મુનિવચનનો વિશ્વાસ વધાર્યો અને ખોદવાનું કામ અતિ જોરથી ચાલી રહ્યું.
આ સમાચાર ચેટકરાજને પહોંચ્યા અને એમણે શીધ્ર ગતિએ આવી જોયું ત્યારે તે સ્તૂપ સ્થાનભ્રષ્ટ થઈ ચૂક્યો હતો. પ્રજા હસતા મુખડે આ સંકટમાંથી મુક્ત કરવાને ઈલાજ દર્શાવનાર અને થોડી ક્ષણ પૂર્વે બહુમાનપૂર્વક પસાર થઈ જનાર ક્ષપણકના ગુણ ગાતી હતી.
ખેલ ખલાસ! વિધિનું બળત્તરપણું તે આનું નામ! સત્તાધીશ રાજવી, એ અટકાવવાનો પ્રયાસ કરે તે પૂર્વે તો જતાં જતાં ક્ષપણકે ઉઘડાવી દીધેલા દરવાજેથી જેશપૂર્વક કૂચ કદમ કરતું કણિકનું સૈન્ય નજીક આવી લાગ્યું. જો કે એ વેળા ચેટકરાજના સુભટેએ કણિકના સૈન્યને પાછા હઠાવવામાં પ્રબળ પુરુષાર્થ દાખવ્યો અને જબરું શૂરાતન બતાવ્યું, પણ એક તરફ મહાસાગરને અમર્યાદિત પ્રવાહ અચાનક ધસી આવતો હોય એવું અજાતશત્રુનું સૈન્ય અને બીજી તરફ બંધિયાર જીવનથી કંટાળેલા અને અણધાર્યા હલ્લા સામે વ્યવસ્થિતપણે ન ઊભે રહી શકે એવો ખેબા જેટલો સુભટસમૂહ!! કણિકને વિજય અચૂક હતો જ.
કુણિકના સૈન્યના પ્રવેશની હકીકત જાણું ચેડા મહારાજા, તૂપ સમીપની પુષ્કરણ(વાવ)માં ઊતર્યા. આ તે જ પુષ્કરણ