________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૭] ઊતર્યા વગર કાંઠા પર ઊભા રહી એ મુદ્રિકા કાઢવી. જે વ્યક્તિ એમાં ફતેહમંદ થશે તેને મુખ્ય મંત્રીને અધિકાર પ્રાપ્ત થશે.”
ઊભા ઊભા લેહીનું પાણું થવા આવ્યું અને સુરજ પણ માથે ચડવા માંડ્યો છતાં હજુ કેઈ બત્રીશદ તે વિજય નથી મેળવી શક્યા, કેટલા ય ફાંફાં મારી ગયા !”
અરે એમાં શું ભારે કામ છે?” માંડ હજુ તારુણ્યના પ્રાંગણમાં પ્રવેશતા એ પરદેશીના શબ્દો શ્રવણ કરતાં જ ઘણું અચંબો પામી ગયા. એકાદ જણ તે બોલી પણ ગયો કે-“આ કંઈ બાળકના ખેલ નથી. ભલભલા બુઝર્ગે જ્યાં પાછા પડ્યા ત્યાં તારા સરખા ઊગતા યુવકને ગજ વાગશે ?”
પરદેશી યુવાને દૃઢતાથી જવાબ વાળે કે “જે બુદ્ધિને એકહથ્થુ ઇજારા અપાયે હેત તે નીતિકાને “વાર દિતિ રાહ” જેવા સૂત્રની રચના કરવાની જરૂર ન રહેત. જ્ઞાનપ્રાપ્તિ વૃદ્ધ, યુવા કે બાળવય પર અવલંબતી નથી, પણ એને આધાર તે વ્યક્તિના જ્ઞાનના ક્ષપશમ પર રહેલો છે.”
ચતુરાઈયુક્ત વચનેએ પરદેશીનો માર્ગ મોકળો કર્યો. કૂવા સન્મુખ પહોંચતાં જ રાજવીના અખતરા પાછળનું રહસ્ય સમજાયું. ભારવટ પર “ધવલે ટેડે ઘર કહી ” જેવા મામિક વચન લખી જનાર પિતાની બુદ્ધિ માટે બહુમાન જગ્યું. ખાલી કૂવામાં પડેલી વીંટો, સમીપમાં જળથી પૂર્ણ બીજે કૂવે અને ઉભયમાં જળની ફેરબદલી થઈ શકે તેવી રચના જોતાં જ યુવાને પોતાની ચેજના ગેઠવી કાઢી. અનુચર મારફત લીલું છાણ મંગાવી, બરાબર વીંટી પર ગોળ કરી ફેંકયું.
૧ જ્યાં સુંદર ઉજજવળ ટોડા–ઘરે રહેલા છે ત્યાં મારું સ્થાન છે, અર્થાત રાજમહેલ મારું સ્થાન છે એ એનો અર્થ છે.