________________
[૨૭૪]
પ્રભાવિક પુછ્યું : સરી પડ્યા કે-“ઓ માતંગ ! અમારું નિમક ખાઈ ઉછરેલ! શું તું પણ આજે અમારી આ સ્થિતિ જોઈ નિમકહરામ થાય છે?
ચાનક દષ્ટિવાળા ગજથી આ ઉપાલંભ ન સાંખી શકાણે તેથી જેરપૂર્વક પિતાની પીઠ પરથી હલ્લ-વિહલ્લને ઊતારી દઈને અંગારાભરેલી ખાઈમાં તે કૂદી પડ્યો. જોતજોતામાં બળીને ભસ્મ થઈ ગયા. ત્યારે જ આ ભાઈઓને હાથીના ડહાપણ વિષે યથાર્થ ખ્યાલ આવ્યું. પિતાની બુદ્ધિ તિર્યંચ કરતાં પણ બદતર બની અને પોતાના કારણે આજે હસ્તિ મરણ પામ્યો એ વિચારતાં તેમ જ અનેક મનુષ્યના વિનાશનો વિચાર કરતાં તેમને ગ્લાનિ ઉદ્દભવી. તેમ જ માતામહનો માર્ગ નિષ્ક ટક કરવા વૃત્તિ જન્મી. અત્યારસુધીને વૈરનો તીવ્ર અગ્નિ વૈરાગ્યના શીતળ જળમાં પલટાઈ ગયે. સંસારની વિચિત્રતા, કિલષ્ટતા અને માયા–પાશ કેટલું કારમું દૃશ્ય ખડું કરે છે તેનું આબેહૂબ ચિત્ર નજર સામે તરવરવા લાગ્યું. ક્ષાત્રતેજ તો હતું પણ તેને દુરુપયેાગ કરવાને બદલે તેને આત્મકલ્યાણના હિતકર માગે વાળવાને બંધુબેલડીએ માનસિક નિર્ણય કર્યો. ભાગ્યવાન પુરુષને તરત જ માનસિક વિચારની સિદ્ધિના સાધન સાંપડે છે, તેની માફક સમિપવતી દેવે ઉભય બંધુઓને શ્રી મહાવીર દેવનું સાનિધ્ય મેળવી આપ્યું–પ્રભુ પાસે મૂકી દીધા. તરત જ શ્રી વીરપ્રભુની ઉપદેશામૃત વર્ષોથી તેમણે નવજીવન પ્રાપ્ત કર્યું. ભાગવતી દીક્ષા
સ્વીકારી અને શુદ્ધ સંયમ પાળી સર્વાર્થસિદ્ધ વિમાન સંબંધી દિવ્ય દેવસુખના ભોક્તા થયા.