SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬૨] પ્રભાવિક પુરુષો : ભારતવર્ષમાં એ કાળે મગધની કીર્તિસુવાસ ઓછી નહતી પ્રસરી. એ એક જબરું સામ્રાજ્ય લેખાતું. એની યશકલગી સામે વીતભયપટ્ટણ, અવંતિ અને કેશાબી ઝાંખા જણાતાં; એટલે દૂતના આવાગમન પૂર્વે કેટલાય સમયથી એવા મહાન રાજ્ય સાથે સંબંધ સાંકળવાના–સુચેષ્ટા એ રાજ્યની અધિષ્ઠાત્રી બને તેવામનોરથની માળા વિશાલા નગરીના અંત:પુરમાં ઉદ્દભવી ચૂકી હતી. તે કારણે જ મહાસતીએ દૂતનો વિદાય પ્રસંગ સાંભળે ત્યારે માત્ર એમને અતિદુઃખ થયું એટલું જ નહિ, પણ હાથમાં આવેલી સુંદર તક ચાલી ગઈ એમ જણાયું અને એ વાતમાં મહારાજે અકારણ ઉતાવળ સેવીને વાત વણસાડી દીધી એમ સ્પષ્ટ ભાસ્યું. તેથી એ ચર્ચા શરૂમાં જોઈ ગયા તેમ અતિ મહત્ત્વની થઈ પડી. ચેટકરાજને પ્રજામાં ચાલી રહેલ આ વિષયને વાર્તાલાપ ખાસ અસર કરે તેમ નહોતું. તેમ એટલી પણ ખાત્રી હતી કે જ્યાં લગી સુજયેષ્ઠાની પિતાની વૃત્તિ મગધેશ પ્રતિ વળે નહીં ત્યાં સુધી આ સંબંધ હવામાં અદ્ધર લટકતો હતો, છતાં વહાલી દેવીના આગ્રહથી આ જાતના જોડાણ સામે પિતાને વધુ વિરોધ કયા કારણે હતો એ પ્રકાશવાની જરૂર જણાઈ. વળી મહાસતીને એ વાત કહ્યા સિવાય તેમનું મગધ તરફનું વલણ બદલાય તેમ હતું પણ નહીં એટલે તેઓ બોલ્યા દેવી ! જગતના માનવીઓ માને કિવા ન પણ માને, છતાં કેટલાક વિષય એવા છે કે એમાં બુદ્ધિબળ કરતાં શ્રદ્ધાબળ વધુ કામ લાગે છે. એ જાતના વિષયેમાં ધર્મ, તિષ અને આરોગ્યનો સમાવેશ સહજ કરી શકાય. મારી તો એ સંબં, ધમાં ખાસ ખાતરી થઈ ચૂકી છે કે દલીલબાજીમાં ઊતર્યા વગર કેવલ શ્રદ્ધાના જોરથી–અંતરના અવાજથી–એવા પ્રસંગે કામ કરવું. એક વાર પંડિતમંડળીની ગેષ્ઠી પૂરી થયા પછી હું અને
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy