________________
[ ૩૬૦ ]
પ્રભાવિક પુ : કે નથી તે ધન્યવાદની જરૂર, કેવળ ફરજ તરીકે એ થવું જ ઘટે. આપે ન કર્યું ને મેં કર્યું એ મામૂલી વસ્તુ છે. હું કંઈ આપનાથી જુદી નથી. લંબાણ ચર્ચાને હેતુ તે એ છે કે આપ પ્રજાના મનભાવ સમજો. આપની પ્રતિજ્ઞા ન તૂટે એ સારુ મારો આશીર્વાદ છે. હવે જે કાર્ય અમારું છે એમાં આપ આડે ન આવે. એટલે બસ.”
મહાસતી ! હું ક્યાં આડે આવ્યો છું? મને બતાવો તો ખરા કે–મેં પ્રભાવતી કે પદ્માવતી આદિ કઈ દીકરીના સંબંધમાં ભૂલ કાઢી છે ?”
નાથ ! આકળા ન થાઓ. જ્યારે વાત વિવાહની હતી ત્યારે મગધના દૂતને અમને જરા પણ ખબર કર્યા સિવાય-એ સંબંધમાં અમારું મંતવ્ય જાણ્યા સિવાય-આમ એકાએક વિદાય કરી દેવાની જરૂર નહોતી.”
આ સંવાદ આગળ વધે તે પૂર્વે આપણે પરિસ્થિતિ જોઈ લઈએ. જે સમયની વાત ચાલી રહી છે એ વેળા ચેટક મહારાજની સાત દીકરીઓમાંની પાંચ તે પોતાની પસંદગી અનુસાર જુદા જુદા દેશના રાજવીઓ સાથે પરણું ચૂકી હતી.
ચેષ્ટા ક્ષત્રિયકુંડના રાજવી અને પ્રભુ શ્રી વર્ધમાનના વડીલ બ્રાતા નંદિવર્ધનની પ્રાણવલ્લભા થઈ હતી. બીજી શિવસુંદરી યાને શિવા અવંતિપતિ ચંડપ્રદ્યોતની અને ત્રીજી પ્રભાવતી સિધુ–સૈવીર દેશના સ્વામી ઉદાયનની પટરાણી થઈ હતી. મૃગાવતીની પસંદગી કેશાબીને રાજા શતાનીક પર ઊતરી હતી, જ્યારે પાંચમી પદ્માવતીએ ચંપાપતિ દધિવાહનના શિરે સ્વપ્રેમને કળશ ઢે હતો. હજુ પણ સુજ્યેષ્ઠા અને ચેલણા નામે બે બહેનો તારુણ્યના આંગણે આવી ઊભેલી છતાં
ગ્ય પસંદગીના અભાવે કુંવારી હતી. ઉભય વચ્ચે સ્નેહ