________________
[ ૪૩૦ ]
પ્રભાવિક પુરુષા :
દૈનિક કાર્યક્રમ પ્રમાણે કામમાં ગુંથાયા. જોતજોતામાં કુંવરની પથારી પાસે ખાસ અંતરનાં સગાં જ ખાકી રહ્યાં. તે સૈા પણ લમણે હાથ દઇ કિક વ્યમૂઢતા અનુભવી રહ્યા હતા. તેમની સામે જ્યાં કુવરમાં ષ્ટિ કરવા જેટલી શક્તિ ન હતી ત્યાં તેમના પ્રેમને કે તેમના ઉભરાઈ જતા સ્નેહુને તે ક્યા ગજથી માપી શકે? એટલુ તા અને સ્પષ્ટ થઈ ગયું કે એ સ્નેહીમડળમાંની એક પણ વ્યક્તિ પાતાનુ દુ:ખ એન્ડ્રુ કરવામાં કઇ પણ ફાળા આપી શકે તેમ નહાતુ, એમની શક્તિ બાહ્ય ઉપચારા પૂરતી જ હતી જે અહીં કામ લાગે તેમ નહેાતુ. જ્યારે આંતરિક દોષનું જ્ઞાન તેમને હતું જ નહીં તેા પછી એના ઉપચાર તા થાય જ ક્યાંથી ?
અમાપ પીડામાં લાવાઇ રહેલ યુવાન એ તથ્ય સમજી ચૂકયે હતા. એ વેળા પેલા મુનિના શબ્દોની સ્મૃતિ તાજી થવા માંડી હતી, તે પર કંઇક વિચારણા કરવા માંડી હતી પણ ત્યાં તે પીડાને ઉથલા આવ્યે અને સંધાતા અકાડાને છિન્નભિન્ન કરી નાખ્યા.
X
×
અહા ! આજે ઉકળાટના કઈ સુમાર જ નથી. ચાતરમ્ નજર કરતાં ધરતીમાતા કેવળ ઊની વરાળ કાઢતાં જ જણાય છે. શીત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ઋતુએ કહેવાય છે છતાં સૃષ્ટિપટ પરના જ તુગણુને આકરા તાપથી તપાવી, મૂંઝવી નાંખવાની જે પ્રખર શક્તિ ગ્રીષ્મઋતુમાં છે એવી અન્ય એમાં નથી.
''
X
મારા સરખા મગદેશના સ્વામીને પણ એ મહામાયાનાં અસહ્ય કિરણામાંથી ખચવા સારું રમણીય આવાસાના ઝરુખા અને કમનીય લલનાવૃંદના સાથ છેાડી, વનવાટિકાના માર્ગ લેવાની જ્યારે અગત્ય ઊભી થઇ છે ત્યારે જેએ આરામનાં સાધનાથી વંચિત છે કિવા જેમને પેટ ભરવાની ચિંતા વળગેલી છે અને એ સારુ સદૈવ પરિશ્રમ સેવવા પડે છે. એવા મનુષ્યેાના સંતાપની