________________
પ્રભાવિક પુરુષા :
[ ૩૭૪ ]
te
મહારાજ ! આપનું અનુમાન સાચું છે, તેમ મેં જે કહ્યુ છે તે પણ એટલુ જ સાચું છે. મગધના સ્વામી જોડે કપટાચરણ કરવાની કે પૂર્વ પરિચય વિના મજાક ઉડાવવાની મારા સરખી નવચેાવનાને અગત્ય પણ શી હાય? આપ ખાત્રી રાખે કે કેવળ હું જ નહિ પણ મારી દરેક બહેનેા છળ-કપટ કે દંભનીતિથી દાઢસા ગાઉ દૂર વસનારી છે. અમારી પ્રેમાળ માતા તરફથી ગળથૂથીમાં જ અમને દરેકને ધર્મ–નીતિનો ઉમદા પાઠ ઢાવવામાં આવ્યા છે. • સાચને આંચ આવતી નથી ક એ સૂત્ર પર પૂરા ઇતબાર મૂકવાનું અમને શીખવવામાં આવ્યું છે. એટલે જૂઠું બોલી છેતરવાના પ્રશ્ન રહેતા જ નથી. આપ રૂપની સરખાઇ અથવા તા ચહેરાની સમાનતા જણાવા છે! એ વાત નેવું ટકા સાચી છે. મારા સંબંધમાં પણ આપને તે જાતની ભૂલના ભાગ થવુ પડ્યું છે. આપને ગુજ્યેષ્ઠા જેવી પ્રેયસી ગુમાવવારૂપ એક જ પ્રકારનું દુ:ખ છે જ્યારે મારે તે એ ભગિનીના વિરહ અને આપ સરખા અરિચિત રાજવીના હસ્તે પરાધીનતા એમ ઉભય પ્રકારનું દુ:ખ આવી પડ્યુ છે!
આખાની આશાથકી, અર્ધા ત્યજે આહાર: પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર.
એ ‘ગમાર ની વ્યાખ્યા. મારા સંબંધમાં તા ધબેસતી થઇ પડી છે. હેનડી સાથે હરખભેર આવી હતી. એ દ્વારા ભાવી કંઇ કઇ સ્વો સેવ્યાં હતાં, જાતજાતના મનારથા સફળ કરવાના ધાર્યા હતા; પણ એ સર્વ આપના સારથીની ચપળતાથી કહેા કે આપ સરખા નરેશની અકારણુ ઉતાવળથી
હા આજે તા ધરાશાયી થઇ ગયા છે. મારે માટે તે અધકારભરી ચાદિશા દેખાય છે. મારા ઉદ્વેગનું કારણ આપે હમણાં પ્રશસેલા એ · વેગ ’જ છે. જરા થાલ્યા હાત તો મારી બહેન