SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર પ્રભાવિક પુરુષ માં પ્રાંતભાગે અનાથી મુનિનું કથાનક આવ્યું છે એટલે શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં એ સંબંધી લખાણ ચાલુ હોવા છતાં આ ભાગ પૂરતી એની સમાપ્તિ થાય છે. એ વેળા કેટલુંક સ્પષ્ટીકરણ કરવું વ્યાજબી ધાર્યું છે. જો કે એ સંકલના પાછળ લેખકને આશય કેવા પ્રકારનો છે એ વાત ચાલુ ભાગની શરૂઆતમાં “ભૂમિકા ” ના મથાળા હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ જ શરૂ થતાં નવા ગુચ્છકમાં પણ એ સંબંધી ચેખવટ કરેલી છે, છતાં જ્યારે એ કથાનક ગ્રંથરૂપે પ્રગટ થાય છે ત્યારે જરા વિસ્તારથી એનું અવેલેકન કરી જઈએ કે જેથી સારીય ‘માળાના મણકા યાને ગુચ્છકોનાં પુષ્પો” સંબંધમાં સ્પષ્ટ ખ્યાલ વાંચકના મનેપ્રદેશમાં અંક્તિ થઈ જાય. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ” નામને શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી પ્રગટ થયેલ સંસ્કૃત ગ્રંથ વાંચતાં એ કથાનકોને ગુજરાતી ભાષામાં ઉતારવાનો મનોરથ ઉદ્દભવ્ય પણ એ જે કમમાં અંકિત થયેલાં છે, કિવા રાત્રિપ્રતિક્રમણ વેળા સજઝાયરૂપે આપણે જે ગાથાઓ દ્વારા સ્મરણ કરીએ છીએ તે ક્રમ ચાલુ રાખવો ઉચિત ન જણાયા કેમ કે ખરી રીતે એ નામે સમયને કેમ રાખ્યા વિના કેવળ સ્મરણ કરવાની દષ્ટિએ જ ગાથાબદ્ધ કરાયેલાં છે અને વૃત્તિકારે ગાથાનો અનુકમ ધ્યાનમાં રાખી ચરિત્રનું લેખન કરેલું છે. મારા અભ્યાસ પ્રમાણે મેં એ ચરિત્રને ત્રણ વિભાગમાં વહેંચવાનું નક્કી કર્યું. એ વિભાગે નિમ્ન પ્રકારે દોર્યા. (૧) પ્રથમ
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy