________________
શાળ મહાશાળ :
[ ૮૯] જાય છે” કેવળ સુખને ભોક્તા બને છે તો પછી એની યથાર્થ આરાધનાના ફળની શી વાત ?”
શાળ, મહાશાળ રાજમહેલમાં આવી તરત જ પોતે ઈચ્છિત કાર્યની સિદ્ધિમાં લાગી ગયા. કમ્પિલપુરથી પોતાના બનેવી તથા બહેન અને ભાણેજ ગાગલિને બેલાવી મંગાવ્યા. તેઓની સમક્ષ સ્વવિચાર નિર્દિષ્ટ કરી, પોતાને સંતાન ન હોવાથી ગાગલિને રાજ્યાભિષેક કર્યો. સાત ક્ષેત્રમાં પુષ્કળ લક્ષમી ખરચી અને પરમાત્મા શ્રી વીર સમીપે જઈ શાળ તથા મહાશાળે પ્રત્રજ્યા અંગીકાર કરી.
એકદા શ્રી ગૌતમગણધરની સાથે શાળા-મહાશાળ મુનિ વિહાર કરતાં પૃષ્ઠચંપાપુરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ વાતની ગાગલિ ભૂપને ખબર પડતાં સ્વમાતા-પિતા સહિત તે વાંદવા માટે આવ્યા.
ગણધર મહારાજાએ દેશના આપી કે-“સંપત્તિ એ પાણીના પરપોટા જેવી ચપળ છે. વૈવન એ તો ચાર દિનની ચાંદની પછી અંધારી રાત જેવું છે અને જીવિત એ શરદઋતુમાં વાદળા જેવું નશ્વર છે તો પછી પ્રાપ્ત થયેલ ધનાદિ સામગ્રીથી શા સારુ શુદ્ધ ધર્મનું સેવન ન કરવું ?”
શ્રી ગૌતમસ્વામીની આ મીઠી વાણીએ ગાગલિ ભૂપના તથા તેના માતાપિતાના જીવનમાં પલટો આયે. ગાગલિએ ઘેર આવી, પોતાના પુત્ર સાથે વાતચીત કરી, તેને મહોત્સવપૂર્વક રાજ્યસન પર બેસાડી, અમાત્યને ભલામણ કરી માતા-પિતા ને પુત્રરૂપ ત્રિપુટીએ અ૯પ કાળમાં જ ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
ગાગલિ, યશોમતી અને પીઠરરૂપ નવદીક્ષિતને ઉદ્દેશી ગણધર મહારાજાએ જણાવ્યું કે-“હે મહાનુભાવો! તમારે ચારિત્રનું પાલન શુદ્ધ પ્રકારે, અ૯પ પણ અતિચાર લગાડ્યા વગર કરવું. શુદ્ધ સંયમ સિવાય મુક્તિ નથી એ નિશ્ચય માનવું. સાધુ જીવન સંબંધી નીચે મુજબ ચાર ભાંગા છે: