________________
[૧૭૪]
પ્રભાવિક પુરુષ : વૃદ્ધ પિતાને એકાકી ત્યજી દઈ હું આ વૈભવવિલાસમાં ચકઘેર બન્યો છું. પિતાના ઉપકારને બદલે વાળવામાં અસમર્થ ને કૃત્રિમ સનેહધારી એવા મારી શી ગતિ ? મારાથી કેણ બીજે નિષ્ફરતામાં ચઢતી પાયરીએ હશે? સંધ્યાના ઓળા ઊતર્યા. નાનું શું બાળક તો તેની જનની સમીપ પહોંચ્યું છતાં વક્લચીરીના તાર તૂટ્યા તે તૂટ્યા જ–ભજન અધૂરો જ રહ્યાં. જે ઝાટકે લાગ્યો તે ન જ ભૂસાયો. રાત્રિ વીતતાં જ તે એકદમ વડીલ ભ્રાતા સમિપ પહોંચ્યા અને પિતાના દર્શને જવાની અનુજ્ઞા માગી. દર્શન ન થાય ત્યાંસુધી ભેજન ન લેવાની સ્વપ્રતિજ્ઞા પણ કહી સંભળાવી.
આશ્રમે જવાની ઈચ્છા ઢીલી છતાં પ્રસન્નચંદ્ર રાજાએ અન્ય ઈલાજ ન દેખવાથી સાથે જવાની તૈયારી કરી. જ્યાં ઉભય પવિત્ર ભૂમિ સમિપ આવી પહોંચ્યા ત્યાં વલ્કલચીરી પોતાની સ્મૃતિ તાજી કરી, ભૂલાઈ ગયેલ ઇતિહાસ તાજો કરતો વૃક્ષ, ફૂલ અને ફળ સંબંધી વૃત્તાન્ત સ્વભ્રાતાને સંભળાવવા લાગ્યો. સેમચંદ્ર
ષિના ચરણમાં પડી ઉભયે વંદન કર્યું. ઘણું સમયે સંતાનમુખદર્શનથી સંન્યાસીને પણ આનંદ થયે, તરત જ વલ્કલચીરીની દષ્ટિ એક સમયના પિતાના તાપસજીવનમાં રેજ ઉપરોગમાં આવતાં પાત્રો કે જેના ઉપર રજના ઘેરા આવરણો છવાયાં હતાં તે તરફ પડી. પોતાના ઉત્તરીય વસ્ત્રથી એનું પ્રમાજના આરંવ્યું.
અંતરમાં ઈહા-અપેહના તાર ઝણઝણવા માંડ્યા. મેં પૂર્વે આ રીતે મુનિના ઉપકરણવસ્ત્ર–પાત્ર પ્રમાર્યા છે એવી દઢ પ્રતીતિ જેર કરવા લાગી. જેમ બેઈલર તપતાં વરાળ વધુ જોર કરે તેમ સ્મૃતિ-ધારણાનું બળ વધ્યું અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાને પૂર્વભવ જે. એ ભવમાં ગુરુ સમિપે ભાગવતી દીક્ષા સ્વીકારેલી અને શુદ્ધ રીતે એનું પાલન કરેલું તે સર્વ નજર સામે રમવા માંડ્યું. પણ એ ચારિત્ર આયુષ્ય