________________
નંદિષેણ ?
[૨૭૯] આશ્રમનું અસ્તિત્વ મીટાવી દેવાને તેણે મનમાં નિશ્ચય કર્યો. સ્વાથ આગળ એ તિર્યંચ પપકાર ને બાળજીવન વિસરી ગયે. એકાએક દોડી આવી જબરું ઘમસાણ મચાવી દીધું. એની ઘેલછાએ લીલુંસૂકું કંઈ ન જોયું! અમારા સર્વનાશને આ કરુણ ઈતિહાસ. હવે તમે જાણી શકશે કે અમારું દુઃખ કેવું કારમું છે?”
રાજપુત્ર નંદિણ તાપસકુમારનું વૃત્તાન્ત શ્રવણ કરી વિચારમગ્ન બની ગયા. સંસારજન્ય આધિઉપાધિથી દૂર ભાગનાર તાપસ પણ એકાદા સામાન્ય પ્રસંગમાંથી કેવી વિટંબનાના ભાજન બન્યા એ જાણી એના હૈયામાં કેઈ નૂતન તરંગો ઊડ્યા અને એમાં એ અવગાહન કરે તે પૂર્વે જ “રાજકુમાર ! જુઓ, જુઓ, પેલો તોફાને ચઢેલે અમારે બાળસખા સેચક. શ્રેણિકમહારાજના અશ્વારોહીઓને પણ લેખામાં લીધા વગર પોતાનું તાંડવનૃત્ય ચાલુ રાખી રહેલ છે !” તાપસવૃદમાંથી તાપસકુમારે સામે દેખાતા આશ્રમ પ્રતિ અંગુળી કરીને કહ્યું.
નંદિષણે ચક્ષુ માંડતાં જ આશ્રમભૂમિનું ઉમૂલન કરી મદોન્મત્તપણે પાંચ સે હસ્તિનીઓના સમૂહમાં, જાણે ગોપી. એના વૃદમાં શ્રીકૃષ્ણ વાસુદેવ કીડા કરતા હોય એમ હૃષ્ટપુષ્ટ શરીરી, સર્વાંગસુંદર ગજરાજને મોજ માણતો જોયે. અશ્વારેહી સૈનિકોના સંખ્યાબંધ પડકારા છતાં એ તરફ તદ્દન બેદરકાર ! જાણે એને મન તેમની પંચમાત્ર ગણના ન હોય તેમ એની કીડા ચાલુ જ રહી.
વની જહેમતે તૈયાર થયેલ સ્થળને આમ તદ્દન હાથમાંથી સરી જતું નિહાળી, કુલપતિ ગુસાથી સૈનિકે પ્રતિ પોકારી ઊડ્યા કે-“એ સરળતાથી વશ નહીં થાય, ફેંકવા માંડે એના પર શરને વરસાદ! એ શયતાન વિનાકારણ અમને ત્રાસ પમાડે છે. ભલે મૃત્યુને મહેમાન બને !”