________________
[ ૩૨૨]
પ્રભાવિક પુરુષો : થાય તેમ છે કે સુદર્શન એ પરમાત્મા મહાવીરદેવના જીવનકાળમાં યા તો તે પછીના નજીકના સમયમાં થયા હોવા જોઈએ; કેમકે જંબૂસ્વામી પછી કેવળજ્ઞાન વિચ્છેદ થાય છે અને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામ્યા છે. આમ આસપાસનો સંબંધ જોડતાં દધિવાહનને એક કરતાં વધુ રાણીઓ હોવાની કલ્પના અને અભયા પણ એ પૈકીની એક હોવાની ધારણા તદ્દન અસ્થાને તો નથી જ.
બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચે કલ્યાણકેથી પવિત્ર બનેલી ચંપાનગરીમાં જેનધમી શ્રીમંત અહદાસને ઘરે ભાર્યા અર્હદાસીની કુક્ષીમાં જ્યારથી સુદર્શનનો જીવ ઉપજ્યા ત્યારથી તેણની ભાવના જિનપૂજામાં અને શુદ્ધ સત્વપાલનમાં સવિશેષ વૃદ્ધિગત થઈ. પૂરા દિવસે ને શુભ ચોઘડિયે એક સુંદરકૃતિ અભકને શેઠાણ અર્હદાસીએ જન્મ આપ્યો. એ જ આપણી વાર્તાનો નાયક સુદશન. સમયના વધવા સાથે શ્રેષ્ઠીપુત્રે સર્વ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી અને ધર્મશાસ્ત્રને યાને ધર્મસ્વરૂપનો તે જાણકાર બન્યા.
વાત પણ સાચી જ છે કે વ્યવહાર અને ધર્મરૂપ યુગલની જેણે સાધના નથી કરી, અરે! એમાં નૈપુણ્ય નથી મેળવ્યું તેનું જીવન અજાગળે લટકતા આંચળ જેવું નિરર્થક જ કહેવાય. આજે એ વાત જેટલી સાચી છે એટલી તે કાળે પણ હતી જ, તેથી જ સાંભળીએ છીએ કે –
रूपयौवनसम्पन्ना, विशालकुलसम्भवाः। विद्याहीना न शोभन्ते, निर्गन्धा इव किंशुकाः ॥ १॥ पण्डितेषु गुणाः सर्वे, मूर्खे दोषास्तु केवलाः । तस्मान्मूर्खसहस्रेण, प्राज्ञ एको न लभ्यते ॥ २॥
રૂપ ને વન યુક્ત, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પણ વિદ્યાહીન હોય તો ગંધ વિનાના કેસુડાની જેમ શોભત