________________
[ ૪૪૦ ]
પ્રભાવિક પુરુષા :
કરવાનું હાવાથી, કથાનકાને સ ંક્ષેપવાની છૂટ લીધી હશે પણ એને વિકસાવવા કિવા એમાં દેશકાળને અનુરૂપ સંભાર ભરવા ભાગ્યે જ પ્રયત્ન કર્યો છે.
"
એ પ્રકાશન પછી તે ઘણું! સમય વહી ગયેા. દરમિયાન ભારતવર્ષ ના સુવિખ્યાત લેખકેાની—ખાસ કરી નવલકથાકારોએવા શ્રો શરદબાબુ, શ્રી પ્રેમચંદજી અને શ્રી રમણલાલ દેશાઇ આદિની કૃતિઓ વાંચવામાં આવી. એમાં સમાયેલ ચમત્કૃતિની છાપ મગજ પર બેઠી. પુન: અધૂરા મનેરથને પૂરા કરવાનુ મન થયું અને એથી જ પ્રભાવિક પુરુષા 'ના શીષક હેઠળ ૮ શ્રી જૈનધર્મ પ્રકાશ માસિક ’માં લેખમાળા આરંભી. ઉપર વધુ વેલા વિદ્વાન લેખકેાની વાણી પીવા માત્રથી એછી જ તેમના સરખી શક્તિ કે રસ ખીલવણી પ્રાપ્ત થઇ શકે ? છતાં એકડે એક શિખતાં-નવા નિશાળીઆની જેમ કથાપ્રસંગને જૈન સાહિત્યમાં જે રીતે વર્ણવવામાં આવે છે એ પદ્ધતિથી નહિ પણ ચાલુ સમયની નવલિકાઓની રશમથી રજૂ કરવાની રીત આરંભી–સારા ય વૃતાન્તને બે, ત્રણ, ચાર કે તેથી વધુ કકડામાં વહેંચી દઈ, વાચકની જિજ્ઞાસા સતેજ કરે, નવા વાંચન માટે તાલાવેલી પ્રગટે, તેવી રીતે આલેખન આરંભ્યું. પ્રગટ થતાં ભાગ ખીજા માટેને આ સ ંક્ષિપ્ત ઇતિહાસ અહીં સમાપ્ત કરી એમાં જે મહાપુરુષાના રેખાચિત્રા દેારેલાં છે એ સબંધમાં ઘેાડી વિચારણા કરીએ.
ચાલુ ભાગના વીશ કથાનકાની એક સળ ંગમાળા કલ્પી, એના પાંચ ગુચ્છક નિયત કરી દરેકમાં ચાર ચાર પુષ્પારૂપે એની વહેચણી કરી છે. ગુચ્છકના પુષ્પાની પસંદગી પરત્વે, ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુઓથી સંબંધ જોડવામાં આવ્યા છે. પ્રથમ ગુચ્છકમાં ચાર શ્રેષ્ઠીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંના ત્રણ તા એક સરખા સત્પાત્રદાનના મહિમાથી જ સુવિખ્યાત બનેલાં છે.