________________
ધન્યશ્રેષ્ઠી ઃ
[૧૫] હે સાધ! આ ખીર શુદ્ધ છે, મારા પર કૃપા કરી આપ એ ગ્રહણ કરે છે જેથી હું કૃતાર્થ થાઉં.”
ગ્ય આહાર પ્રાપ્ત થતાં મુનિ તે ગ્રહણ કરી માર્ગે વન્યા. આવો સુયોગ સાંપડવા બદલ આ ગોવાળના બાળકને જે હર્ષ થયે એનાં માપ જ્ઞાની સિવાય કોણ કાઢી શકે ?
માતાએ આવ્યા બાદ પુન: ખીર પીરસી તે બાળકે ધરાઈને ખાધી. સાધુના દર્શનથી પવિત્ર થયેલ છે જેને આત્મા એ આ ગોવાળ બાળક અકસ્માત્ રાત્રિના કાળધર્મ પામી સુપાત્રદાનના મહિમાથી આ જ નગરના ધનસાર શેઠ ને શીલવતી શેઠાણીના પુત્રપણે ઉપયે.
આ સમયે ધનસાર શેઠને ધનદત્ત, ધનદેવ અને ધનચંદ્ર નામના ત્રણ પુત્રો, તેમ જ ધનશ્રી, ધનદેવી અને ધનચંદ્રા નામની ત્રણ પુત્રવધુઓ હતી. ચોથા પુત્રના જન્મકાળે ભૂમિમાં નાલક્ષેપસમયે ધનનો લાભ થવાથી તેનુ ધન્ય એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપ્યું. એના વયમાં વધવા સાથે શ્રેષ્ઠ ગૃહ દ્ધિસિદ્ધિથી ભરપૂર થવા લાગ્યું. કુમાર ધન્ય પણ કળાચાર્ય પાસેથી વ્યવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ સંપાદન કરી સર્વકાર્યનિષ્ણાત થયે. તે જોતજોતામાં વર્ષોનાં વહેવા સાથે દૈવનકાળના આંગણે ઉપસ્થિત થયે. આવા પુન્યવંત પુત્રનું નૈરવ સર્વ કઈ કરતા; અને માતાપિતા તો સવિશેષ કરતા. બસ, આટલા કારણથી જ વડીલ બંધુઓની ત્રિપુટીને દુઃખ થયું. જ્યાં સદેવ રમા રામાનો આનંદ કલોલ વર્તતો હતો ત્યાં ગુપચુપ કલિએ પ્રવેશ કર્યો.
મેટા પુત્રને ધન્યમાં રહેલી ચતુરાઈ દેખાડવા સારુ એક વાર પિતા તરફથી દરેકને બત્રીશ સીક્કા આપવામાં આવ્યા અને ફરમાશ થઈ કે “એ રકમવડે કય-વિકય કરી સારે નફે કરી લાવે.”