________________
[૧૬ ]
પ્રભાવિક પુરુષ : ત્રણ ભાઈઓ તે આ વાત સ્વીકારી પોતાના વ્યવસાયમાં પ્રવર્યા, પણ ધન્યકુમારે બુદ્ધિ દેડાવી રાજપુત્રના મેંઢા સાથે હાડમાં ઊતરવા સારુ એક મજબૂત મેં ખરીદ્યો. “હારે તે હજાર દિનાર આપે” એવી શરતથી તે હેડમાં ઊતર્યો ને જય મેળવ્યો. એ રીતે હજાર દિનાર સંપાદન કરી ઘેર આવ્યા. વ્યવસાયરક્ત ત્રણ બંધુઓએ કરેલે નફે નાના ધન્નાના નફા આગળ નહિ જે જ ગણાય. આમ શુભ પરિણામની વરમાળા આ ભાઈશ્રીના કંઠમાં પડી. માતાપિતા તરફથી પ્રશંસા પણ પ્રાપ્ત થઈ. માત્ર કઈ પણ વિમાસવું પડ્યું હોય તો ઉક્ત ત્રણ માડીજાયાઓને! પુન: પરીક્ષાની તેમના તરફથી માગણી થઈ. પણ શું વળે? “ ભાગ્ય વિના નર કેડી ન પાવે” એ વાત તદ્દન સત્ય જ છે. નશિબ ચાર ડગલાં આગળનું આગળ. જ્યાં જ્યાં ભાગ્યરહિતનાં પગલાં પડે ત્યાં ત્યાં લીલું હોય તે સૂકું થાય યાને આપદાઓ વણમાગી આવીને પડે. ત્રણ ભ્રાતાએ નિભંગી હોવાથી બીજી વાર પણ કંઈ કમાઈને લાવ્યા નહિ. ધન્યકુમારે તો બજારમાં પગ મૂકતાં જ એક ખાટલે લીલામ થતો જોયે. સમિપે પહોંચતાં અને તેનાં ઈસ તથા પાયા બારિકાઈથી અવલેતાં મંચ એને ભેદી લાગે. ઉપાડી જતાં વજનમાં ભારે લાગ્યું. તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ મંચ તો આજે કાળ કરી જનાર એક કપણ શેઠનો છે. શેઠની આજ્ઞા મુજબ તેના પુત્રો આ ખાટલા પર જ સુવાડી મૃતકને સ્મશાનમાં બાળવા લઈ ગયેલા અને શેઠની આજ્ઞા તો પિતાના શબ સાથે જ મંચને બાળવાની હતી, પણ મશાનભૂમિના રક્ષકનો આવી ચીજો પર હક થતો હોવાથી તેઓ ન છૂટકે ખાટલે તેને સેંપી ચાલતા થયા. એ રક્ષક તરફથી જ આ લીલામ થતું હતું. કૃપણ શેઠનું નામ સાંભળતાં જ અનિષ્ટની શંકાથી ગ્રાહકો સદે કર્યા વગર ચાલ્યા જાય છે. આટલી વાત પરથી અને પ્રાપ્ત થયેલ નિશાનીઓ ઉપરથી બૃહસ્પતિના વંશજ ધન્ય ઝટ સોદો નક્કી કર્યો અને ખાટલો ઉપડાવી ઘેર આવ્યા.