________________
શાળ તથા મહાશાળી
પ્રથમ અતિમુક્તકકુમારનું ચરિત્ર વાંચ્યા પછી શ્રી ગૌતમસ્વામીના હસ્તે પ્રવ્રજ્યા લેનાર આ બીજા બે બાંધવાની વાત વિચારીએ. ખાસ ચમત્કૃતિ તો એ છે કે શ્રી ગૌતમસ્વામીના હસ્તે દીક્ષિત થનાર વ્યક્તિઓ અ૫ કાળમાં જ કેવળજ્ઞાન પામતી જ્યારે તેમના ગુરુ શ્રી ગૌતમને શ્રી મહાવીરદેવના જીવન પર્યંત એ કેવળજ્ઞાનનો ઉદય જ ન થયે ! એના કારણમાં પ્રભુ પ્રત્યેનો એકપાક્ષિક રાગ ગણાય છે.
જે સમયની વાત થાય છે એ કાળે પૃષ્ટચપા નામની નગરી મનહર જિનપ્રાસાદોથી શોભતી અને ધંધાના ધીકતા ધામ તરિકેની ખ્યાતિને ધારણ કરી રહી હતી. રાજવી શાળ અને યુવરાજ મહાશાળ તથા ભગિની યશોમતી વચ્ચેનો નેહ, અવર્ણનીય હતો. યશોમતીના લગ્ન કાંપિત્યપુરના રાજા પીઠર સાથે કરવામાં આવેલા અને આજે તે દંપતીના ખોળામાં ગાગલિ નામનો એક લઘુ અર્ભક કીડા કરતો હતો. પરસ્પરની સવૃત્તિ વૃદ્ધિ પામે તે સારુ અવારનવાર યશેમત સહકુટુંબ, સ્વબાંધવોની રાજધાનીમાં આવતી અને કેટલાક સમય રહી પણ જતી.
એકદા પરમાત્મા શ્રી વીરપ્રભુનું આગમન આ નગરીમાં થયું. રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ સુંદર કિલ્લા જ્યાં શોભી રહ્યા છે, જ્યાં અલૌકિક રૂપને ધરનારા દેવ-દેવાંગનાના સમૂહ ગમનાગમન કરી રહ્યા છે અને જ્યાં દેવદુંદુભીના કર્ણપ્રિય નાદથી કાશતળ ગાજી રહ્યું છે એવા રમ્ય સમવસરણમાં વિરાજી પ્રભુશ્રી માલકોશ રાગમાં ઉપદેશવારિનું સિંચન કરી ભવ્ય જીવરૂપ કમળોને વિકસ્વરતા અપી રહ્યા છે.
શ્રી અરિહંતદેવને એ એક અતિશય છે કે જેથી પોતે