________________
અતિમુક્તક કુમાર: *
[૮૫] ઉદ્યાનમાં સમવસર્યા. જિતશત્રુ રાજા અનેક જનયુક્ત આવી, પ્રદક્ષિણ દઈ, વંદન કરી, ધર્મશ્રવણ કરવા બેઠે. ઉપદેશધારા વહી રહી-જ્યાં લગી આ દેહ સ્વસ્થ છે અને વૃદ્ધાવસ્થા આવી નથી તેમ જ ઇંદ્રિયે શિથિલ થઈ નથી ને આયુષ્યનો અંત આવી લાગ્યું નથી ત્યાં સુધીમાં આત્મકલ્યાણ અર્થે હે ભવ્યા! જરૂર યત્ન સે. આગ લાગ્યા પછી કૂવો ખોદવો જેમ મૂખતાનું કારણ છે તેમ આ સ્થિતિ પલટાયા પછી–બાજી હાથમાંથી ગયા પછી-ઉદ્યમ શું કામનો ?”
પ્રતિષ્ઠાસંપન્ન અને અતિશયતાને વરેલા અતિમુક્ત કેવળીની દેશના ફળવતી અને એમાં શું આશ્ચર્ય ? કેટલા યે ભવ્યાત્માઓએ સાધુધર્મને સ્વીકાર કર્યો. બીજાઓએ બાર વ્રતયુક્ત શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. આત્મકલ્યાણની આવી કેટલી યે પરંપરા પ્રવર્તાવી પ્રાંત અતિમુક્તકકુમારે મુક્તિપુરીમાં પગલા કર્યા.
શ્રી અંતર્દશાંગ સૂત્રના છઠ્ઠા વર્ગમાં એનો ૧૫ મે અધિકાર છે. તેમાં અંતકૃતકેવળી થઈને મોક્ષે ગયાનું કહેલું છે. તત્ત્વ કેવળીગમ્ય.
:-
.?
'