________________
[ ૪૦ ]
પ્રભાવિક પુરુષો : એક તરફ એક વૃદ્ધ ડેશી પિતાને પુત્ર તરિકેનું સંબોધન કરતાં ઠપકાના શબ્દો કાઢી રહી હતી. “હે પુત્ર! આટલા દિવસથી તું કયાં ચાલ્યા ગયા હતા ? તારી કેટલીએ શેાધ કરાવી ! આમ રીસાઈ જવું ઠીક કહેવાય? આ બિચારી પત્નીએ તારા વિરહ બળી રહી છે ને પીડા પામી રહી છે તેને તો વિચાર કર.” વાત પણ સાચી હતી. સમીપમાં જ ચાર રૂપવંતીઓ અવનત મસ્તકે ઊભી હતી. એકના હાથમાં પાણીને કળશ હતો તો બીજીના કરમાં દંતધાવનના ઉપકરણે હતાં. વળી આ સ્થળ તો એકાદા વિશાળ પ્રાસાદના મધ્યભાગમાં આવેલ શયનગૃહ હતું.
કૃત પુણ્ય મનમાં વિચારવા લાગ્યો કે “આ સ્વનું છે કે માયાજાળ છે? કયાં સાર્થવાહન પડાવ? ક્યાં ટૂટીફૂટી મંચા પરનો આરામ ? અને કેવી રીતે આ પલંગ પર આગમન તથા આ રામાઓ પણ કેણ ? આને માયાજાળ કહેવાય પણ શી રીતે ? ગમે તેમ પણ આ એક સાચે બનાવે છે. હાલ એનો તાગ કાઢવાની તરખંડમાં પડવા કરતાં સમય પ્રમાણે વર્તવું એ જ ઉચિત છે.”
જાણે ગાઢ નિદ્રામાંથી જાગ્રત ન થતો હોય એમ કૃતપુન્ય તરત જ વૃદ્ધાને માતા તરિકે ગણી પ્રણામ કરતો બેઠે થઈ ગયો અને તેમને ગુમ થયેલ પુત્ર પોતે જ ન હોય તેમ દરેક રીતે વર્તવા લાગ્યા. “ ભાવતું હતું અને વૈદ્ય કહ્યું ” એ મુજબ આ ગૃહનું તંત્ર ચાલવા લાગ્યું. ચાર લલનાઓ સાથે સાંસારિક વિલાસમાં દિવસે વ્યતીત થવા માંડ્યા, પરંતુ પ્રાસાદની બહાર પગ મૂકવાની વૃદ્ધાની મનાઈ હતી. એ આજ્ઞા ઉલ્લંઘન કરવી મહાવિકટ હતી અને હાલના તબક્કે તેમ કરવાનું કારણ પણ ન હતું.
કુતપુન્યને આવી રીતે ચાર ભાર્થીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં લગભગ બાર વર્ષ થવા આવ્યા. એ ગાળામાં તો દરેક સ્ત્રીને અકેક પુત્ર પણ થયે ને તે સર્વ પોતાની તતડી વાણીથી માબાપને આનંદ આપવા લાગ્યા.