________________
ચેડા મહારાજા :
[૪૭] [ ચેલણાના અપહરણને અંગે સંગ્રામના ઘેરાતા વાદળ કેવી રીતે વીખરાઈ ગયા તે આપણે જોઈ ગયા, પરંતુ તે જ ચેટકોરેશને મગધના રાજવી કણિકની સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું અને તેને અંગે ચેટક રાજવી અને તેમના પુત્રને વાર્તાલાપ નીચે પ્રમાણે છે]
પિતાશ્રી ! અવિનય થતો હોય તે ક્ષમા માગું છું; પણ આજે આપ જે આજ્ઞા ફરમાવ છો તે મને જરા પણ ગમતી નથી. મને આશ્ચર્ય એ થાય છે કે આપ સરખા ક્ષત્રિયકુલાવર્તાસના મુખમાંથી એ આજ્ઞા નીકળી જ કેવી રીતે ? ગણતંત્રના પ્રણેતા અને પ્રખર બાણાવળી જેવા આપ મને સમરભૂમિનો ત્યાગ કરી માતૃભૂમિને છેલ્લા નમસ્કાર કરવાની સલાહ આપો છો ત્યારે તો મને એમ લાગે છે કે “નવનાં પાણી મેલે જઈ રહ્યાં છે!” અર્થાત્ દુન્યવી ચક્ર પણ ઊલટું ચાલી રહ્યું છે !” ચેટક તનય છે.
પુત્ર ! ધીરે થા, જેના જીવનમાં ક્ષત્રિયવટના પાલન સિવાય બીજી કંઈ તમન્ના નથી અને જેણે સમરાંગણ ખેડવામાં કઈ દિવસ ક્ષેભ દાખવ્યો નથી એ જ્યારે જાતે ઊઠી અમુક વચન કાઢે છે ત્યારે એની પાછળ કંઈ તથ્ય હશે જ ને ?”
તથ્યની ના કેણ પાડે છે? સંતાન પ્રત્યે પિતાનું વાત્સત્ય હાય જ. એ પ્રેમ જ અણીની ઘડીએ આ જાતની સલાહ આપવામાં નિમિત્તરૂપ છે. તે વિના જ્યારે વહાલી નગરી વિશાળા પર શત્રુનું કટક ચઢી આવ્યું છે એટલું જ નહિ, પણ એણે ઘેરે પણ એ સખત ઘાલ્યા છે કે બહારથી મદદ પણ ન મળી શકે તેવી કપરી સ્થિતિમાં મારા જેવા ક્ષત્રિયસંતાને માતૃભૂમિના સંરક્ષણમાં આત્મ-સમર્પણ કરવા જેવા મહામૂલા પ્રસંગને ત્યજી, પિતાએ પુત્ર પ્રત્યે સહજ વાત્સલ્યભાવથી કરાયેલ ફરમાનને તાબે થવું એ બાહ્ય નજરે ભલે આજ્ઞાપાલનરૂપે દેખાય પણ આંતરિક દષ્ટિએ એમાં ભીરુતાને સ્પષ્ટ એકરાર હોઈ કેવળ