SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩૪ ] પ્રભાવિક પુરુષો : કાર્ય દાસી પંડિતા પર આવી પડ્યું. ગાનુયોગ અભયાની દષ્ટિ પણ એ પંડિતા પર જ ચોંટી. પિતાની નજરમાં કઈ ઉપાય ન જ આવવાથી અંતરને “મમ” આજે તેણીએ ખુલ્લા દિલે સામે ધરી દીધો. છૂપા દર્દીની કહાણી શ્રવણ કરવા સાથે જ પંડિતાના ચહેરા પર સ્મિતની એક રેખા ફરી વળી. પણ દર્દનો ઈલાજ કરનાર વૈદ્ય સુદર્શન! નામ સાંભળતાં જ આ મંત્રતંત્રદક્ષ પંડિતા બોલી ઊઠી: રાણીજી! અશક્ય-અસંભવિત. કદાચ મેરુપર્વતનું શિખર ચળાયમાન થાય, પણ શ્રેષ્ઠી સુદર્શન શિયલવ્રતથી પંચમાત્ર ચલિત ન થાય. એ તો “પરનારીસહોદર છે. માત્ર એ ખ્યાતિનું બિરુદ નથી પણ પૂરેપૂરું સત્ય છે. ” અભયા–“પંડિતા! વહાલી સખી! એક વાર એને અહીં તેડી લાવ, બાકીનું પછી જોઈ લેવાશે. એ છે અને હું છું.” પડિતા–“રાણજી! તે થોડી ધીરજ ધરે. ધર્મના છળ સિવાય એને આણવાને કઈ માર્ગ નથી. વળી એને માટે અત્યારથી જ દંભી નાટક ભજવવું પડશે. વિનારોકટોકે મહાલયની બહાર ગમનાગમન કરી શકું તે માટે રાજમુદ્રિકા મને સપી દે. સાથે સેનામહોરની થેલી પણ લાવો.” “માતુરાજ ન મર્થ = સ્ટar ” એ નીતિકારનું કથન અનુભવની એરણ પર ઘડાયેલું છે અને તેથી સત્ય જ છે. ઉદ્યાનમાંથી મહાલયનાં પગથિયાં ચડતાં ઉભયના ચહેરા આનંદથી છવાયા હતા. પછી થોડા દિવસોની હીલચાલ શી ચાલી રહી એ ખાસ કાંઈ સેંધવા જેવી નથી, માત્ર એક વસ્તુ સો કેઈના જાણવામાં આવી કે રાણીમાતા એકાએક માંદા પડી ગયા છે, અવારનવાર ચિકિત્સકેનાં આગમન
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy