________________
રાજર્ષિ કરકં :
[ ૧૭ ] લાગે અને સે કયોત્સર્ગ ધ્યાનમાં લીન બન્યા અને શુક્લધ્યાન ધ્યાતાં ચારેને એકી જ સાથે લોકાલોકપ્રકાશક, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. આ સંબંધી વિશેષ વૃત્તાંત જાણવાની જિજ્ઞાસુએ “ચાર પ્રત્યેકબુદ્ધ ચરિત્ર અથવા રાસ” વાંચવે.
અહીં તે કથાનકના ઉપસંહારમાં એટલું જણાવવું જ બસ થઈ પડશે કે–નિમિત્ત પ્રાપ્ત થતાં દરેક આત્મામાં કઈ અને ઝણઝણાટ ઉદ્દભવે છે. વળી એવા નિમિત્તો તો સહજ પ્રાપ્ત થઈ શકે છે, પણ જરૂર રહે છે માત્ર એ નિમિત્તોને પારખવાની અને એ ઝણઝણાટને ઓળખી લઈ, એને અમલ કરવાની, તેથી જ તક સાંપડતાં પૂરે લાભ લઈ શકાય એ સારુ જ્ઞાન
તિને જાગતી રાખવાની જરૂર છે.
રાજર્ષિ કરકં પ્રાતે મોક્ષે ગયા. એમનું જીવન સે કેઈને પ્રેરક નીવડે એ જ અભ્યર્થના.