________________
મેતા :
[૭૧] વાત તેના અંતરમાં સતત જાગૃત હતી. આજે જે કે તે એક, બે નહિં પણ નવ કામિનીઓ સાથે ભેગવિલાસ માણું રહ્યો હતે છતાં તેનું લક્ષ્યબિન્દુ કાયમ જ હતું.
સમકિતશાળી છવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારે રહે. ધાવ ખીલાવત બાળ.
એ સ્થિતિ તેના જીવન સાથે મળતી આવતી. જે સમયની એ માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા હતા તે સમય આવી પહોંચ્યા. સંસારસુખના ફળરૂપે આજે તેના મહાલયમાં બાળકોનો કલરવ સંભળાતો. કેટલાક અભ્યાસની ભૂમિકાએ પહોંચ્યા હતા અને એકાદ-બે પુખ્ત વયમાં પણ આવી ચૂક્યા હતા. તેમના સ્કંધ પર સંસાર–શકટનો ભાર આરોપણ કરી, પ્રેયસી–પત્નીઓની હર્ષ પૂર્વક વિદાય લઈ, એક શુભ ચોઘડિયે તે ચાલી નીકળ્યા. પ્રભુ શ્રી મહાવીર દેવ સમીપ પહોંચી ગયા. પિતાની ભાવના વ્યક્ત કરી અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સંયમમાં અતિચાર લગાડવાથી પોતાને કેવો કડવો અનુભવ થયેલે તે જાણવામાં હોવાથી નિરતિચાર ચારિત્ર પાલનમાં અને દેહઇંદ્રિયના દમનમાં રક્ત થયા.
વીસમી સદીમાં મેતાર્યને સ્ત્રી-પુત્ર તરફથી મળેલી ભાવભીની વિદાય અજાયબીભરી લાગશે, પણ વસ્તુત: વિચારતાં એમાં વિમય જેવું કંઈ જ નથી. હાલનું મેહગ્રસ્તપણું કે સ્નેહીજનના વિરોધ એ ઉચિત સંસ્કારને અભાવ સૂચવે છે. સમાજના ધુરિણાએ, ધર્મના પ્રચારકોએ અને કુટુંબના વડીલોએ સેવેલો પ્રમાદ અને દાખવેલી ઉપેક્ષા એના નિમિત્તભૂત છે. રાજપૂતાનાનો ઇતિહાસ વાંચતાં એક કરતાં વધારે ઉદાહરણ નજરે ચઢે છે કે જેમાં નવપરિણીત વધુ, જેના હાથેથી મીંઢળ પણ છૂટ્યા નથી હોતા, તે રણાંગણમાં જતા પતિને હસ્તે મુખડે