________________
==ા
ન
મેતાર્ય :
[૫૧] “જુઓ ! માથે શિરબંધ બળે છે અને સાજનની મધ્યમાં ચાલે છે એ જ મદાલશા શેઠ અને જેના હાથમાં દીવડે બળી રહ્યો છે. એ જ મારા શેઠાણું ભાનુમતી. આજે એમના ઉમંગને પાર નથી. ઘડપણમાં માંડ દીકરાનું મહ જેવા વારો આ અને એમાં વળી લગ્ન મહાલવાનો અવસર મળે. પછી શું બાકી રહે ? સોનું ને સુગંધ એ બેના યોગ થયા જેવું જ ને.”
પણ, એણે શું દીઠું ? હરિ મેતર તો જાણે આરસની પ્રતિમા માફક જરા પણ મટકું માર્યા વગર શેઠના લાડકાને જ નિરખી રહ્યો છે. ગંગીએ હરિને હાથ પકડી સવાલ કર્યો કે “આ સાજનની શોભા જેવાની મૂકી મેં ઓળખાણું આપવા માંડી એ તરફ કાન બંધ કરી એકાગ્રતાથી શું જોઈ રહ્યા છો?”
અરે, ગંગી ! આજ તો મને એમ થઈ આવ્યું કે મારી દીકરી મેતલી જીવતી હોત તો આ કુમારના જેવડી જ હોત. હું પણ મારી નાતમાં ધામધુમપૂર્વક એના લગ્ન કરત. આજે જેમ આ આપણા શેઠ-શેઠાણી સંસારમાં જીવ્યાનું સાર્થક કરે છે તેમ હું પણ આનંદ મેળવત અને તેને પણ લહાવો લેવરાવત.”
એ પણ મનખ (મનુષ્ય ) છે અને આપણે પણ મનખ છીએ. લગ્નને આનંદ એ ભગવે છે તેમ આપણે પણ ભેગવી શકીએ. તેમની પાસે ધન-વૈભવ વધારે છે તેથી તેઓ વધારે ખરચે જ્યારે આપણે આપણા પ્રમાણસર ખરચ કરીએ. જેમ તેમને ન્યાત છે તેમ આપણે પણ છે જ ને? એ શેઠ છે તે હું પણ આપણું જમાતમાં પટેલીઓ છું, પરંતુ આ બધું તો પાણું વલવવા જેવું છે! જ્યાં મેતલી જીવતી જ નથી ત્યાં શું થાય? હરિ! હરિ! !” - આમ ધણુને અફસેસ કરતે જઈ, ગંગીનું હૃદય ભરાઈ